રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુખ્યમંત્રીના હસ્તે કરુણા ફાઉન્ડેશનને અર્પણ થશે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ

04:01 PM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

શતાધિક ધર્મસ્થાનક નિર્માણ પ્રણેતા ગુરૂૂદેવ ધીરજમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ગુજરાતના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શરદભાઈ શાહ, જીજ્ઞા સુધાબેન કનૈયાલાલ શાહ પરિવાર હસ્તે નેકા, રેઆ દ્વારા રૂૂ.15 લાખના ખર્ચે હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સનું તા. 04 ,જાન્યુઆરી, શનિવારના રોજ સાંજે 6-00 કલાકે, જશ-પ્રેમ-ધીર સંકૂલ,વૈશાલી નગર-4, રૈયા રોડ,રાજકોટ ખાતે લોકાર્પફણ કરવામાં આવશે.
હાઈડ્રોલીક એમ્બ્યુલન્સની વિશેષતા એ છે કે, 500 કિલો સુધીના વજન ધરાવતા પશુઓને ઉંચકી શકે છે, ગાય, ભેંસ, બળદ, ગધેડા જેવા ભારે વજન ધરાવતા પશુઓ છે.

Advertisement

 

જેઓ બીમાર હોય, એકસીડન્ટ થયેલ હોય, તેની હેરફેર કરવી પડે તેમ હોય, હોસ્પિટલ ખસેડવા પડે તેમ હોય, તેમના માટે કોઈ વ્યવસ્થા જ નથી તેમની સારવાર માટે સુપર સ્પેશ્યાલીસ્ટ હાઈડ્રોલીક એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપયોગી થશે, ભારતની નિ:શુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા તેમજ ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ ઍવોર્ડ વિજેતા સંસ્થા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન, રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુપંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે.

છેલ્લા 21 વર્ષથી કરૂૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું નમોબાઇલ પશુ ચિકિત્સાલય, એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ સ્વરૂૂપે સેવારત કરાયું છે. હાઇડ્રોલિક ઍમ્બ્યુલન્સ લોકર્પણનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ- એનિમલ હેલ્પલાઈનના પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર સહિતનાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો:98242 21999), અને પ્રતિક સંઘાણી (મો.99980 30393)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsHydraulic ambulanceKaruna Foundation
Advertisement
Next Article
Advertisement