For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લા કોંગ્રેસ સંગઠનનો પસંદગી માટે ધમધમાટ

05:03 PM Apr 26, 2025 IST | Bhumika
જિલ્લા કોંગ્રેસ સંગઠનનો પસંદગી માટે ધમધમાટ

પહેલગામ આતંકી હુમલાની ઘટનાથી સરહદી સુરક્ષા સામે સવાલ, ઘુસણખોરો સામે કાર્યવાહી જરૂરી

Advertisement

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું સંગઠન માળખું ઊભું કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત AICCના નિરીક્ષકો રાજકોટ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. રાજ્યમાં ચાલી રહેલા સંગઠન સૃજન અભિયાનના ભાગરૂૂપે AICCના સેક્રેટરી અને વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડા, જિલ્લા પ્રમુખ લલિત વસોયા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ નવા સંગઠન માળખાને આખરી ઓપ આપવામાં આવશે. આગામી ત્રણ દિવસ દરમિયાન નિરીક્ષકો રાજકોટ જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ સાથે મુલાકાત કરશે અને તેમના મંતવ્યો સાંભળશે. આ મુલાકાતોના આધારે એક અહેવાલ તૈયાર કરવામાં આવશે, જેને મંજૂરી માટે દિલ્હી મોકલવામાં આવશે.

Advertisement

પહેલગામ આંતકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી. તેમણે જણાવ્યું કે આ હુમલો દર્શાવે છે કે સરહદની સુરક્ષામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

સરહદ સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે આટલી મોટી સંખ્યામાં ઘૂસણખોરો કેવી રીતે દેશની સરહદોમાં પ્રવેશી શક્યા.ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે કોઈપણ દેશનો ગેરકાયદેસર વ્યક્તિ ભારતમાં રહેવો જોઈએ નહીં અને તેમની સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ.

પોલીસ તંત્ર અને અન્ય સંબંધિત વિભાગોની કામગીરી પર નિષ્ફળતાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જો તંત્રએ યોગ્ય રીતે કામ કર્યું હોત તો આટલા ઘૂસણખોરો ઘૂસી શક્યા ન હોત.

આ ઉપરાંત, અમિત ચાવડાએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ગંભીરતા હોવા છતાં ભાજપના મહિલા મોરચા દ્વારા કરવામાં આવેલી જન્મ દિવસની ઉજવણીની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે આખો દેશ શોકમાં ડૂબેલો હોય ત્યારે આવી ઉજવણી કરવી અયોગ્ય છે અને મૃતકોના સન્માનને ઠેસ પહોંચાડે છે. તેમણે ખાસ કરીને ગઈકાલે રાજકોટના મહિલા મોરચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણીના પત્ની અંજલિ રૂૂપાણીના જન્મ દિવસની ઉજવણીનો ઉલ્લેખ કર્યો હતો અને તેને સંવેદનહીન કૃત્ય ગણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement