રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પત્નીને પ્રેમીએ ધમકી આપતા પતિનો આપઘાતનો પ્રયાસ

06:36 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

ભગવતીપરાના યુવકે કુવાડવા રોડ પર ઝેરી મોનોકોટો દવા પી લીધી

Advertisement

શહેરના ભગવતીપરામાં રહેતા મુસ્લિમ યુવકે કુવાડવા રોડ પર આવેલી પટેલ વિહાર રેસ્ટોરન્ટની સામે કપાસમાં નાખવાની ઝેરી મોનોકોટો દવા પી જતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતાં પોલીસે તુરંત સિવિલ હોસ્પિટલે પહોંચી જઈ યુવકનું નિવેદન લેવા તજવીજ શરૂ કરી છે. યુવકે પોલીસને જણાવ્યું હતું કે, પત્નીને ગોંડલમાં રહેતા શખ્સ સાથે આડા સંબંધ હોય તે શખ્સે ધમકી આપતાં પોતે આ પગલું ભરી લીધું હતું.

બનાવની વધુ વિગતો મુજબ, ભગવતીપરામાં રહેતા નાસીર રજાકભાઈ શાહમદાર નામના 37 વર્ષના યુવકે કુવાડવા રોડ પર આવેલી પટેલ વિહાર નામની હોટલની સામે ઝેરી દવા મોનોકોટા પી જતાં તેમને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. નાસીરે જણાવ્યું હતું કે, તેમના આ બીજા લગ્ન છે. તેમને આગલા ઘરનો એક પુત્ર છે તેમજ તેમની પત્ની સલમાના પણ બીજા લગ્ન હોય તેમને સંતાનમાં ચાર પુત્ર છે. પત્ની સલમાને ગોંડલમાં રહેતા વિજય ભરવાડ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હોય.

તેમણે પતિ સલમાને ધમકી આપી હતી કે ‘તું તારા પતિ નાસીર પાસે જઈશ તો તમને બન્નેને મારી નાંખીશ બાદમાં સલમાએ તેમના પતિ નાસિરને આ વાત ફોન પર કહેતા નાસીરે કુવાડવા રોડ પર જઈ આ પગલું ભરી લીધું હતું. ઘટનાની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ નાસીરનું નિવેદન નોંધ્યું હતું.

માનસરોવર પાર્કની યુવતીનો ઝેરી દવા પી આપઘાત
શહેરના આજી ડેમ વિસ્તારમાં આવેલી માનસરોવર પાર્ક સોસાયટી શેરી નં.5માં રહેતા કાજલ ભુપતભાઈ સોલંકી નામના 22 વર્ષની યુવતીએ આજે બપોરના સમયે પેાતાના ઘરે મોનોકોટો નામની ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. પોતે બે ભાઈ ત્રણ બહેનમાં બીજા નંબરની છે. તેમજ તેમના પિતા હયાત નથી અને પોતે કારખાનામાં મજુરી કામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. યુવતીના આપઘાત પાછળનું કારણ જાણવા આજી ડેમ પોલીસ સ્ટાફે પરિવારજનોની પુછપરછ કરી મૃતકના મોબાઈલની કોલ ડીટેઈલના આધારે તપાસ શરૂ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement