For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના!!! વિધર્મી યુવકે 14 વર્ષની સગીરાને પીંખી નાખી, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

01:41 PM Oct 10, 2024 IST | Bhumika
સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના    વિધર્મી યુવકે 14 વર્ષની સગીરાને પીંખી નાખી  ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો
Advertisement

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. માંડવીમાં 14 વર્ષની સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાંથી વધુ દુષ્કર્મની ઘટનાની સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વિધર્મી ઈસમે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. ત્યારબાદ સગીરાને પેટમાં દુખાવો થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં થોડીક જ ક્ષણોમાં તેઓને કસુવાવડ થઈ હતી. સગીરા ગર્ભવતી થતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળની તપાસ શરૂ કરી છે.

Advertisement

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર માંડવીના એક ગામની શ્રમજીવી પરિવારની 14 વર્ષની દીકરીને ફોસલાવી રીક્ષામાં બેસાડી વર્ષ 2023ના ઓગસ્ટ મહિનાથી 2024ના માર્ચ મહિના સુધીના સમય ગાળામાં અનેક વખત અવાવરું જગ્યા પર જઈને સિરાજ પઠાણ નામના ઈસમે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સતત આઠ મહિના સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને સગીરા ગર્ભવતી થઇ હતી. સગીરાને અચાનક પેટમાં દુખાવો થતાં પરિવાર દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સગીરાને થોડીક ક્ષણોમાં કસુવાવડ થઈ ગઈ હતી.

આ અંગે સગીરા સાથે પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે, માંગરોળના ભાટકોલ ગામના અરબાજ સિરાજ પઠાણ નામના વ્યક્તિએ તેની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું છે. હવસખોર સગીરાને વારંવાર ધમકી આપીને ડરાવતો હતો. જેથી ડરીને માસૂમ દિકરીએ અત્યાર સુધી આ વાત છુપાવી રાખી હતી. આ સમગ્ર મામલે માંડવી પોલીસે પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ અંતગર્ત ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement