જસદણ પાલિકામાં મહિલા સભ્યોના પતિઓ અડિંગો જમાવતા હોવાની રાવ
જસદણ પાલીકામાં મહિલા સદસ્યના પતિદેવો અડિંગો જમાવી સંચાલન કરતા હોવાની લેખીત રાવ બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેને પ્રમુખ તથા ચીફ ઓફિસરને કરી છે. એક્ટ 1963 તળે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
જસદણ નગરપાલિકામાં પાલિકામાં મહિલા સદસ્યોના પતિદેવો અડીંગો જમાવી ને બેસતા હોય અને પોતે જ સદસ્યનો તમામ વહીવટ કરતા હોવાની લેખીત ફરિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ ને પાલિકાના જ બાંધકામ સમિતિના અધ્યક્ષ સોનલબેન વસાણી ઍ કરી છે લેખિતમાં જણાવ્યા મુજબ હું માધવીબેન ઉર્ફે સોનલબેન તેજસભાઈ વસાણી નગરપાલિકામાં બાંધકામ સમિતિના ચેરમેનનો હોદો ધરાવું છું હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દરેક જેત્રમાં મહીલા અનામત જાહેર કરી દરેક કાર્યમાં મહીલાઓને અગ્રેસર રાખવા પર ભાર મુકવામાં આવેલ છે તેમની આ વીચારસરણીને અનુસરીને નગરપાલિકામાં પણ દરેક વોર્ડમાં મહીલા સભ્યોની નિમણૂંક થયેલ છે.
પરંતુ અમારા ધ્યાનમાં આવેલ છે કે નગરપાલિકા કચેરીમાં સભ્ય તરીકે નિમણુંક થયેલ મહીલાઓને બદલે તે મહીલા સદસ્યના પતિઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે તેઓ દ્વારા પોતાના માટે અલગથી સ્પેશીયલ ટેબલની માંગણી કરી મુકાવી દરરોજ કચેરી ટાઈમે આ ટેબલ પર બેસવામાં આવે છે જેથી કર્મચારીઓની કામગીરીમાં વિક્ષેપ પડે છે અને તેમના દ્વારા કર્મચારીઓને આપી કામગીરી કરાવતા હોવાનું પણ અમોને જાણવામાં આવેલ છે જેથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અમારી નમ અરજ છે. તેમજ પદાધિકારી સિવાયના બિનઅધિકૃત વ્યકિતઓ / પ્રતિનિધીઓ નગરપાલિકા કચેરીમાં અડિંગો જમાવીને ટેબલ ખુરશીઓનો ઉપયોગ કરતા હોય, તેમની સાથે ગુજરાત મ્યુનિસિપલ એકટ 1963ની જોગવાઈઓ તળે આપના સ્તરેથી જરૂૂરી કાર્યવાહી કરવા અંતમાં સોનલબેન વસાણીએ જણાવ્યું છે.