શાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યું
આંબેડકરનગરમાં યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં
શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા લાગી આવવાથી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જયારે આંબેડકરનગરમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવારમા ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ યુપીનો વતની અને હાલ શાપર વેરાવળમાં કારખાનામાં રહી કામકરતો મનિષ સરોજ (ઉ.વ.25)નામના યુવાને કારખાનાની ઓરડીમાં હતો ત્યારે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પત્ની સાથે ઝઘડો થતા આ પગલુ ભરી લીધાની જાણવા મળ્યું છે.
જયારે બીજા બનાવમાં ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતા જયદિપ રુપેશભાઇ પરમાર (ઉ.વ.19)નામના યુવાને ગત રાતે પોતાના ઘરે અગમ્ય કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.