For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં એસટી બસ અડફેટે પતિનું મોત, પત્ની ઘાયલ

11:18 AM Aug 02, 2024 IST | admin
સુરેન્દ્રનગરમાં એસટી બસ અડફેટે પતિનું મોત  પત્ની ઘાયલ

અકસ્માત બાદ એસટી બસ સ્ટેન્ડ પાસે કલાકો સુધી ટ્રાફિક જામ

Advertisement

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે એસ.ટી.બસની અડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. સુરેન્દ્રનગર-કારેલા રૂૂટની એસ.ટી.બસની અડફેટે બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે બાઈક પર સવાર પત્નીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે આ અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ અકસ્માતની ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે મૃતક બાઈક ચાલક પાસેથી ઓળખના કોઈપણ પૂરાવા મળી નહી આવતા પોલીસે ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement