મોરબીની ઉંચી માંડલમાં પત્ની પરપુરુષ સાથે વાત કરતા પતિનો આપઘાત
યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની અન્ય પુરુષ સાથે ફોન ઉપર વાત કરતી હોવાથી આ બાબતે અવારનવાર દંપતિ વચ્ચે ઝઘડાઓ થતા હોવાથી યુવાનને મનોમન લાગી આવતા તેણે લેબર કવાર્ટરમાં પંખા સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
મૂળ ઓડિશાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ આઈબીઆઈએસ સિરામિકની લેબર કોલોનીના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગોપાલભાઈ સન્નુભાઈ મુંડા (ઉ.વ.25) નામના યુવાને લેબર કવાર્ટરની અંદર પંખા સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના મામા ગોપાલભાઈ દાહરૂૂકભાઇ તીરકી ની ફરિયાદ પરથી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવાનની પત્ની અન્ય પુરુષ સાથે ફોન ઉપર વાત કરતી હતી.આ બાબતે અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો અને તે બાબતે મૃતક યુવાનને મનોમન લાગી આવતા તેને પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.