પ્રેમલગ્ન બાદ પત્ની અન્ય યુવકના પ્રેમમાં પડતા પતિનો આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા એક યુવાને પ્રેમિકાની બેવફાઈ ના કારણે ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. મૃતકે પ્રેમ લગ્ન કર્યા બાદ પત્ની ચાલી ગઈ હોવાથી અને અન્ય યુવકના પ્રેમમાં પડી જતાં યુવાનને મનમાં લાગી આવ્યું હોવાથી પ્રેમી યુવાને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતા વિશાલ જમનભાઈ મકવાણા નામના 30 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર લાકડાની આડશમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવા દોરી ટૂંકાવી હતી. આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ એડવોકેટ દિવ્યેશ જમનભાઈ મકવાણાં એ પોલીસને જાણ કરતાં જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી એમ કંચવા બનાવવાના સ્થળે પહોંચી ગયા હતા, અને વિશાલ પરમાર ના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જેણે થોડા સમય પહેલા કાજલ સાગઠીયા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, પરંતુ લગ્ન બાદ કાજલ પ્રેમી પતિ સાથે રહેવા આવતી ન હતી, અને જુદા જુદા વાયદાઓ કર્યા રાખતી હતી. તેમજ પ્રેમી પતી ને જાણવા મળ્યું હતું, કે પોતાની પત્નીએ બેવફાઈ કરી છે અને અન્ય એક યુવકના પ્રેમમાં પડી છે. જેના કારણે ઘેર આવતી ન હોવાથી પોતાને મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આખરે હારી થાકીને વિશાલ જમનભાઈ મકવાણાએ ગળાફાંસા દ્વારા આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું છે.