પુનિતનગરમાં પત્ની રિસામણે ચાલી જતાં પતિનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં ગોંડલ રોડ પર આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતી પરિણીતાએ દીકરીને જન્મ આપતાં પતિ ઘર કામ કરવાની ના પાડી હતી. જેથી દંપતિ વચ્ચે ઝઘડો થતાં પરિણીતા માવતરે ચાલી ગઈ હતી. જેથી પતિને માઠુ લાગી આવતાં ફીનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ ધીરૂભાઈ પરમાર (ઉ.30) રાત્રીના પોતાના ઘરે હતો ત્યારે ફીનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પ્રાથમિક પુછપરછમાં પ્રકાશભાઈ પરમારની પત્નીને 20 દિવસ પહેલા પ્રસુતી થઈ હતી. અને સિઝેરીયન થતાં બાળકીને જન્મ આપ્યો હતો. જેથી પતિએ થોડા દિવસ કામ કરવાની ના પાડતાં દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્ની માવતરે ચાલી ગઈ હતી. પત્ની રિસામણે ચાલી જતાં પ્રકાશભાઈ પરમાર ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં જુદા જુદા ત્રણ સ્થળે પરિણીતા સહિત ત્રણ લોકોએ જશવલંનશીલ પ્રવાહી પી લીધું હોવાની ઘટના સામે આવી છે. જેમાં રેલનગર વિસ્તારમાં આવેલ છત્રપતિ ટાઉનશીપમાં રહેતી ક્રિષ્નાબેન નરેશભાઈ ચંદાણી (ઉ.20)એ ફીનાઈલ મોચી બજારમાં અલ્લારખા દિલાવરભાઈ જશરાયા (ઉ.26)એ ઓલઆઉટનું લીકવીટ અને બાબરીયા કોલોનીમાં કેવીન રાજુભાઈ શાહ (ઉ.28)એ કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. જવલંનશીલ પ્રવાહી પી લેનાર પરિણીતા સહિત ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. ઉપરોકત ઘટના અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.