લોધિકાના પાળ પીપળિયા ગામે ગૃહકલેશના કારણે પત્ની પર પતિનો ગુપ્તી વડે હુમલો
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાળપીપળિયા ગામે પુત્રને કોલેજમાં એટીકેટી આવતા જે બાબતે પિતાએ ફોનમાં માતા સાથે ઝઘડો કર્યા બાદ ઉશ્કેરાયેલા આરોપી ગુપ્તી સાથે ઘરે ધસી જઈ પત્નિ અને પુત્રી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ લોધીકાના પાળ પીપળિયા ગામે અવધ સોસાયટીમાં રહેતા ભાનુબેન નરેશભાઈ સોલંકી ઉ.વ.45એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પતિ નરેશ રામજીભાઈ સોલંકીનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા. 4-7-24ના ફરિયાદીના દિકરા પ્રશાંતને કોલેજમાં એટીકેટી આવેલ હોય જેની જાણ થતાં પતિ નરેશભાઈ કોન્ફરન્સ કોલમાં પ્રોફેસર સાથે માથાકુટ કરતો હોય અને મોટા અવાજે બોલતો હોય પત્નીએ ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર ગુપ્તી વડે હુમલો કરી આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી અને વચ્ચે પડેલ પુત્રીને પણ ધક્કો મારી પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ નજીક લોધીકા તાલુકાના કાંગશિયાળી ગામની સીમમાં નવી બનતી સાઈટ નજીક વોકળાના કાંઠે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વહેલી સવારે દરોડો પાડી તપાસ કરતા વોકળામાંથી રૂા. 39,600ની કિંમતનો 132 બોટલ બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી નાશી છુટેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.