For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુખેલ ભટકાઈ ગઈ છે, આ આપણાં ઘરને લાયક નથી, દહેજ ભુખ્યા સાસરિયાનો ત્રાસ

12:00 PM Mar 23, 2024 IST | Bhumika
ભુખેલ ભટકાઈ ગઈ છે  આ આપણાં ઘરને લાયક નથી  દહેજ ભુખ્યા સાસરિયાનો ત્રાસ
  • ધોરાજી રહેતી પરિણીતાએ રાજકોટ રહેતા પતિ, જેઠ,જેઠાણી, સાસુ-સસરા સામે નોંધાવી ફરિયાદ

સાંપ્રત સમાજમાં પરણીતાઓ પર ત્રાસની ઘટનાઓ વધીરહી છે. ત્યારે આજના સોશ્યલ મિડિયાના યુગમાં પણ ધોરાજીની ગ્રેજ્યુએટ યુવતિ પાસે દહેજ ભુખ્યા સાસરિયાઓએ ભુખેલ ભટકાઈ ગઈ છો આ આપણા ઘરને લાયક નથી તેમ કહી દહેજની માંગણી કરી અસહ્ય ત્રાસ આપી પહેરલ કપડે ઘરમાંથી કાઢી મુખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોરાજી કુંભારાવાડ વિસ્તારમાં રહેતી ડોલીબેન ધવલભાઈ ટોપિયા ઉ.વ.26એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ માયાણી નગર શેરી નં. 2 માં રહેતા ધવલ લાલજીભાઈ ટોપિયા, જેઠ મીહીર લાલજીભાઈ ટોપિયા, જેઠાણી વીધીબેન મીહીર ટોપિયા, ધોરાજીના નાની પરબડી ગામે રહેતા સસરા લાલજીભાઈ નારદભાઈ ટોપિયા અને સાસુ રિનાબેન લાલજીભાઈ ટોપિયાના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતિના તા. 21-4-2022ના મુળ નાની પરબડીના ધવલ સાથે લગ્ન થયા હતાં. લગ્ન બાદ 11 મહિના પરણીતા નાની પરબડી ગામે સાસુ-સસરા સાથે રહી હતી આ વખતે સાસુ-સસરા દ્વારા અવાર નવાર દહેજના મુદ્દે માથાકુટ કરી ત્રાસ આપતા હોય પરણીતા પોતાના પતિ સાથે રાજકોટ જેઠ-જેઠાણીની સાથે રહેવા આવી હતી પરંતુ દહેજ પ્રશ્ર્ને માનસીક ત્રાસ ચાલુ જ રહ્યો હતો. ત્યાર બાદ પતિ સાથે અલગ રહેવા ગઈ હતી.

Advertisement

લગ્ન બાદ અવાર નવાર સાસરિયાઓ દ્વારા ઢીકાપાટુનો માર મારી આ આપણા ઘરના લાયક નથી કરિયાવરમાં પણ કઈ લાવી નથી, ભુખેલ ભટકાઈ ગઈ છે. તેવા મેણા-ટોણા મારી ત્રાસ આપતા હતા અને સાસુએ વાળ પકડી ઢસડી ઘરમાથી પહેરેલ કપડે કાઢી મુકી હતી. જે અંગે ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement