રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માનવીય અભિગમ: ઘરવિહોણા લોકો દેખાય તો 155304 પર જાણ કરો

04:54 PM Jan 13, 2025 IST | Bhumika
Advertisement

હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં આશ્રયસ્થાનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવેલી છે.

Advertisement

દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત્ત આ આશ્રયસ્થાન (રેનબસેરા) ઘરવિહોણા લોકોનેકાયમ રક્ષણ આપી રહેલ છે.આ આશ્રયસ્થાનમાં એકલા પુરુષો, એકલી મહિલાઓ તેના આશ્રિત સગીર બાળકો, વૃધ્ધો, નિરાધાર લોકોને આશ્રય આપવામાં આવે છે. આશ્રયની સાથો સાથ પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સુરક્ષા-સલામતી, આરોગ્ય, શિક્ષણ થકી પ્રતિષ્ઠા ભર્યું જીવન જીવી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે આ માટે હાલ ઠંડીની ઋતુ હોયરાજકોટ મહાનગરપાલિકાની ટીમ રાત્રીના સમયે નિયમિત રીતે શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા જ્યાં જાહેર માર્ગો પર લોકો જોવા મળે છે તેવા લોકોને મળી શહેરમાં કયા કયા વિસ્તારમાં આશ્રયસ્થાનોની સુવિધા ઉપલબ્ધ છે તેની માહિતી આપે છે અને ઈચ્છુક લોકોને આશ્રયસ્થાન સુધી પહોંચાડે પણ છે.
રાજકોટ મહાનગરપાલિકા હવે પોતાના આ અભિયાનમાં અન્ય નાગરિકોની પણ સહાયતા લેવા આગળ ધપી રહી છે. જેમાં શહેરના નાગરિકો પોતાના રહેઠાણ કે વ્યવસાય સ્થળની આસપાસ, શહેરમાં જાહેર માર્ગો પરની ફૂટપાથ ઉપર કે અન્ય કોઈ પણ જગ્યાએ ઘરવિહોણા લોકો જોવા મળે તો નાગરિકો તેમને ઉપલબ્ધ નિ:શુલ્ક આશ્રયસ્થાનની સુવિધાઓ વિષે સમજાવે અને જો આવા લોકો આશ્રયસ્થાન ખાતે આવવા ઇરછા ધરાવતા હોય તો રાજકોટ મહાનગરપાલિકાને કોલ સેન્ટરના ફોન નં. 155304 ઉપર માહિતી આપે તેવો જાહેર અનુરોધ કરવામાં આવે છે.
કોલ સેન્ટરના ફોન નં. 155304 ઉપર જાહેર જનતા પાસેથી આશ્રયસ્થાનમાં આવવા ઇરછુક લોકોની માહિતી મળ્યે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ સવારે 06:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ઘર વિહોણા લોકોને રૂૂબરૂૂ મળી તેઓને આશ્રયસ્થાનો ખાતે 24 કલાકમાં આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતરીત કરવા કાર્યવાહી કરવામાં આવશે. આ માહિતીના આધારે મહાનગરપાલિકાની ટીમ ઘરવિહોણા લોકો સુધી પહોંચી તેઓને રહેવા,જમવા,આવશ્યક સહાયતા આપવા પ્રયાસ કરશે. મહાનગરપાલિકાના આ સંવેદનાસભર અભિયાનમાં નાગરિકો પણ માનવીય અભિગમ સાથે મહાનગરપાલિકાનાં તંત્ર અને ઘરવિહોણા લોકોને મદદરૂૂપ થાય તેવો સૌને વિનંતીસહ અનુરોધ કરવામાં આવે છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement