રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માનવ તસ્કરી કૌભાંડ: અગાઉ પાંચ ફ્લાઇટ ભરીને 1200 ભારતીયોને ઘુસાડી દેવાયા

03:50 PM Dec 25, 2023 IST | Sejal barot
Advertisement

300 થી વધુ ભારતીય મુસાફરોને ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાના કૌભાંડમાં ચોંકાવનારા ખુલાશા થઇ રહ્યા છે. આ જ પધ્ધતીથી આ પહેલા પાંચ ટ્રીપ દ્વારા 1200 ભારતીયોની નિકારાગુઆના માર્ગે થઇ અમેરિકામાં ઘુસણખોરી કરાવી દેવાયાનો ઘટસ્ફોટ થયો છે. અને આ છઠ્ઠી ટ્રિપ હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હૈદરાબાદનો શશી કિરણ રેડ્ડી હોવાનું અને મહેસાણાનો કિરણ પટેલ નામનો શખ્સ પણ તેમાં સામેલ હોવાની ચર્ચા થઇ રહી છે. 300થી વધુ ભારતીય મુસાફરોને લઇને જઇ રહેલા એક વિમાનને ફ્રાંસના અધિકારીઓએ માનવ તસ્કરીના આરોપમાં પૂછપરછ માટે રોક્યા હતા. હવે કબૂતરબાજીના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 96 ગુજરાતીઓ સહિત 260 ભારતીયોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો છે. ફ્રાંસ એરપોર્ટ પર અટકાવાયેલા ગુજરાતીઓમાંથી મોટા ભાગના યુવકો ઉત્તર ગુજરાતના હોવાનું જાણવા મળે છે. આ કૌભાંડમાં મહેસાણા જીલ્લાના કિરણ પટેલ અને તેના સાથીદાર શશીનું નામ હાલ ચર્ચાઇ રહ્યું છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર, ચૌધરી અને રાજપૂત સમાજના હોવાનું જાણવા મળ્યું છે. દૂબઇથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નિકારાગુઆ લેન્ડિંગ બાદ મેક્સિકોની સરહદેથી ઘૂસણખોરીનો પ્લાન હતો. દિલ્હીના શશી રેડ્ડી નામનો મુખ્યસુત્રધાર કબૂતરબાજીનું રાષ્ટ્રવ્યાપી રેકેટ ચલાવતો હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં 10થી વધુ સબ એજન્ટો રોકીને શશી રેડ્ડી કબૂતરબાજીનું રેકેટ ચલાવતો હતો. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર જેવા શહેરોમાં શશી રેડ્ડીનું માનવ તસ્કરીનું નેટવર્ક ચાલે છે. વ્યક્તિદીઠ 80 લાખ ઉઘરાવી અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવાનું કૌભાંડ ચાલતું હતું. એક મહિનાથી દૂબઇથી ચાર્ટર્ડ પ્લેનથી નિકારાગુઆ થઇ અમેરિકામાં ઘૂસાડવાનું રેકેટ ચાલતું હતું. અત્યાર સુધીમાં 1200 જેટલા ભારતીયોની વાયા નિકારાગુઆ થઇ અમેરિકામાં ઘૂસણખોરી કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ફ્રાંસમાં અટવાયેલા 96 ગુજરાતીઓમાંથી મોટા ભાગના ઉત્તર ગુજરાતના છે.
આ ઘુસણખોરીમાં વ્યક્તિદીઠ ભાવ નક્કી કરેલા હતા. જેમાં એક વ્યક્તિ માટે 80 લાખ જયારે કપલ એન્ટ્રીના 1 કરોડ 25 લાખ જેટલા રૂૂપિયા લેવામાં આવતા હતા. જો 3 લોકોનું ગ્રુપ હોય તો 1 કરોડ 45 લાખમાં વહીવટ થતો હતો. આખા ફેમિલીને આ રીતે જવું હોય તો 2 કરોડથી વધુની રકમ લેવામાં આવતો હતી. ઘુસણખોરીમાં મોટા ભાગના લોકો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર જિલ્લાના હોવાનું મનાય છે. જેમાં મહેસાણા, વિજાપુર, માણસા, કલોલના વતનીઓ વધુ પ્રમાણમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અગાઉ પણ ચાર્ટર્ડ પ્લેન દુબઈથી નીકારાગુઆ 5 વખત ટ્રીપ મારી ચૂક્યું છે. અને આ છઠી ટ્રીપ હોવાનું જણાઈ રહ્યું છે.

Advertisement

માનવ તસ્કરીના તાર ડીંગુચા કેસના માસ્ટર માઇન્ડ તરફ

હૈદરાબાદના શશિ કિરણ રેડ્ડી, 2022ના ડીંગુચા કેસના કથિત કિંગપિન, ગુજરાત પોલીસ દ્વારા પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યો હતો, તે માનવ તસ્કરીની શંકા વચ્ચે હાલમાં ફ્રાન્સમાં ગ્રાઉન્ડેડ 303 ભારતીયો સાથે દુબઈ-નિકારાગુઆ ફ્લાઇટનો સંભવિત માસ્ટરમાઇન્ડ હોઈ શકે છે, ડીંગુચા કેસમાં ગુજરાતના એક દંપતી અને તેમના બે બાળકો યુએસ બોર્ડર નજીક મૃત્યુ પામ્યા હતા જ્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે યુએસમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રેડ્ડી 15 વર્ષથી માનવ દાણચોરીનું નેટવર્ક ચલાવી રહ્યો છે, જ્યાંથી લોકોને રોડ અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યુએસ લઈ જવામાં આવે છે, અમેરિકામાં 800 ભારતીયોના ગેરકાયદે પ્રવેશને સરળ બનાવવા માટે છેલ્લાં બે મહિનામાં 8 થી 10 નિકારાગુઆ-બાઉન્ડ સોર્ટીઝ કરવામાં આવી છે.

Tags :
Ahmedabadgujarathumanscamtrafficking
Advertisement
Next Article
Advertisement