ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આરોપીના વરઘોડા મુદ્દે સુરત સી.પી.ને માનવ અધિકાર પંચે ફટકારી નોટિસ

05:56 PM Feb 12, 2025 IST | Bhumika
Advertisement

30 દિવસમાં પોતાની જ સહીથી જવાબ ન આપે તો કાયદેસરની કાર્યવાહીની તાકીદ

Advertisement

ગુજરાતમાં વિવિધ ગુનાઓમાં ઝડપાતા આરોપીઓનો પોલીસ દ્વારા રિક્ધસ્ટ્રકશનના નામે કઢાતા પવરઘોડાથ મામલે ગુજરાત માનવ અધિકાર પંચમાં અરજી થતા પંચે સુરત પોલીસ કમિશનરને અહેવાલ તૈયાર કરી પોતાની જ સહીથી 30 દિવસમાં રજૂ કરવા આદેશ કર્યો છે.

મહત્ત્વનું છે કે, આરોપીઓના જે રીતે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. તેને લઈને હવે માનવ અધિકાર પંચે પણ આ બાબતની ગંભીરતા લીધી છે. સુરતના એડવોકેટ દ્વારા માનવ અધિકાર પંચમાં પોલીસ વિભાગ દ્વારા કાઢવામાં આવતા વરઘોડાને લઈને પિટિશન કરવામાં આવી હતી. વકીલ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર રીતે વરઘોડા કાઢવામાં આવે છે. તેની સામે પગલાં લેવામાં આવે તેવો પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આર.ડી મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આરોપી જ્યાં સુધી કોર્ટમાં પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે જાહેરમાં તેનો વરઘોડો કાઢવો એ યોગ્ય નથી.

ભલે પોલીસ કહેતી હોય કે રિક્ધસ્ટ્રક્શન માટે લઈ જવાય છે, પરંતુ મીડિયાને બોલાવીને આ પ્રકારના રિક્ધસ્ટ્રક્શનની વાત કરવામાં આવી રહી છે તે ખોટું છે. જ્યાં સુધી આરોપો પુરવાર ના થાય ત્યાં સુધી આ રીતે તેને વીડિયોગ્રાફી કરાવીને આરોપીની ઓળખ છતી કરવી ગેરકાયદેસર છે. હજી તો આરોપી ઉપર લાગેલા આરોપો પુરવાર થતા નથી. છતાં પણ આ રીતે વરઘોડા કાઢવા યોગ્ય નથી. આ બાબતે માનવ અધિકાર પંચે ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનરને 30 દિવસમાં ખુલાસો આપવા માટે હુકમ કર્યો છે.

સુરત પોલીસ કમિશનરને પોતાની સહીથી વિગતવાર અહેવાલ 30 દિવસમાં રાજ્ય આયોગને પાઠવવા આદેશ કરાયો છે. જો નિયત સમયમર્યાદામાં અહેવાલ મોકલવામાં નિષ્ફળ જાય તો રાજ્ય આયોગ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. આ બાબતે તાબાના અધિકારીના અહેવાલની નકલ મોકલવાના બદલે કમિશનરને પોતાની સહીથી જ સ્પષ્ટ અભિપ્રાય સહિતના પ્રશ્ન હેઠળની બાબતોનો સર્વગ્રાહી અહેવાલ મોકલવા આદેશ કરાયો છે. આયોગે શો કોઝ નોટિસમાં સ્પષ્ટ આદેશ ક્રયો છે કે, જો કમિશનરની મંજૂરી વગર તાબાના અધિકારી દ્વારા રાજ્ય આયોગને અહેવાલ મોકલવામાં આવશે તો તે ગ્રાહ રખાશે નહીં.

Tags :
crimegujaratgujarat newssuratSurat CPsurat news
Advertisement
Next Article
Advertisement