For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હમ નહીં સુધરેંગે : ઢીંચીને નીકળેલા 20 શખ્સો પોલીસની ઝપટે ચડ્યા

04:10 PM Dec 28, 2023 IST | Bhumika
હમ નહીં સુધરેંગે   ઢીંચીને નીકળેલા 20 શખ્સો પોલીસની ઝપટે ચડ્યા

શહેરમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે નશામાં ધુત વાહનચાલકો ઉપર પોલીસે ઘોંષ બોલાવી હોય તેમ સતત બીજા દિવસે ડ્રાઇવ યોજી પીધેલી હાલતમાં ડમડમ થઇ નીકળેલા 20 શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે છરી લઇ નીકળેલા બે શખ્સોને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એડી.પોલીસ કમિશ્નર વિધી ચૌધરીએ થર્ટી ફર્સ્ટ નજીક આવતા નશાખોર શખ્સો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે શહરેભરની પોલીસ દ્વારા બે દિવસથી અલગ-અલગ સ્થળે ડ્રાઇવ યોજી પીધેલી હાલતમાં નીકળેલા શખ્સોનો ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે બી ડીવીજન પોલીસે મોરબી રોડ પર બેડી ચોકડી પાસેથી પીધેલી હાલતમાં બાઇક લઇ નીકળેલા મહેશ જીણાભાઇ બારોટ (રે.મોરબી રોડ, સોહમનગર)ને ઝડપી પાડયો હતો. કુવાડવા રોડ પોલીસે કુવાડવા ગામેથી ચંદુ રામજીભાઇ કાકડીયા, અશ્ર્વિન હરીભાઇ ડાભી (રે.કુચીયાદળ ગામ), મહેશ રામપ્રસાદ થારૂ (રે.નવાગામ આણંદપર)ને ઝડપી લીધા હતા. તાલુકા પોલીસે 150 ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લેટ પાસેથી વિજય અરજણભાઇ બોરીચા (લક્ષ્મણ ટાઉન્શીપ), કાલાવડ રોડ કટારીયા ચોકડી પાસેથી પ્રફુલ જયેષ્ઠારામ જોશી (રે.સરવાળીયા ગામ, તા કાલાવડ), અભિષેક હસમુખભાઇ મેર (રે.નુતનગર) પ્રનગરગ પોલીસે કિરીટ રામજીભાઇ પરમાર (રે.પરસાણાનગર), તથા આજીડેમ પોલીસે સરધાર ગામેથી પ્રવિણ વજુભાઇ સોલંકી (રે.હરીપર ગામ), રવજી બટુકભાઇ પરસાડીયા (રે.કોઠારીયા ગામ)ને પીધેલી હાલતમાં ઝડપી પાડયા હતા.

યુનિવર્સિટી પોલીસે એરપોર્ટ રોડ પરથી રમેશ ગૌરીભાઇ સોનકર (રે.ગાંધીગ્રામ), એરપોર્ટ પોલીસે બામણબોર ચેકપોસ્ટ પાસેથી ભુપત ગોબરભાઇ કડવાણી (રે.નવાપર, બામણબોર), ધરમનગરમાંથી જતીન હરગોવિંદભાઇ દાવડા, ગાંધીગ્રામ પોલીસે મનોજ મહાજન વિનુભાઇ મહેતા (રે.સંતોષીનગર), મહેશ હીરાલાલ વ્યાસ (રં.કુવાડવા રોડ, આંબાભગત સોસાયટી)ને તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ પરથી પીધેલી હાલતમાં આકાશ લખન જાદવ (રે.કુવળીયાપરા) અને અફઝલ હાસમ ડોડીયા (રે.ન્યુ સાગર સોસાયટી, કોઠારીયા રોડ)ને ઝડપી લીધા હતા. જ્યારે ગાંધીગ્રામ પોલીસે હનુમાન મઢી પાસેથી સંજય બચુ રાપુચાને પીધેલી હાલતમાં ઝડપી લીધો હતો.

Advertisement

આ ઉપરાંત છરી લઇ નીકળેલા શિવમ રાજેશભાઇ પરમાર (રે.કુવળીયાપારા) અને જામનગર રોડ પરથી આનંદ પ્રદિપભાઇ ચાવડા (રે.સંતોષીનગર)ને પકડી પાડયા હતા. જ્યારે દેશી દારૂની ડ્રાઇવ યોજી 10 શખ્સોને દેશી દારૂ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement