For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનું હલ્લાબોલ-ધરણાં

04:48 PM Feb 23, 2024 IST | Bhumika
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનું હલ્લાબોલ ધરણાં

જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ અધ્ધરતાલ રહેતા કર્મચારીઓ દ્વારા સરકાર સામે આંદોલન છોડવામાં આવ્યું છે. રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળના નેજા હેઠળ વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા આજે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેના પગલે સચિવાલય ફરતે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

કર્મચારીઓની માંગણી છે કે કેંદ્રના ધોરણે બાકી પગાર ભથ્થા ચૂકવવામાં આવે. તે સિવાય જીપીએફમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે તેવી માંગ કરવામાં આવી છે.જૂની પેન્શન સ્કીમ, ફીક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા, કેન્દ્રના ધોરણે પગાર પંચ, જીપીએફમાં કર્મચારીના 10 ટકા સામે સરકાર 14 ટકા રકમ જમા કરાવે સહિતના પડતરના પ્રશ્ને આજે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ધરણા કરવામાં આવ્યા હતાં. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થયા હતા. 16 સપ્ટેમ્બરના મંત્રીઓ સાથે બેઠક મળી હતી. જોકે જે પ્રશ્નનું નિરાકરણ આવ્યું હતું અને સરકાર તરફથી ખાતરી અપાઈ હતી તેનો પણ અમલ નહીં થતા હવે ધરણા યોજી વિરોધ દર્શાયો હતો. ધરણા પ્રદર્શનને લઈ રાજ્યભરમાંથી કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા છે. મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ-2022 માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, 36 રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામાં 31માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં 33માં ક્રમે ( ગુજરાતની પાછળ જે રાજ્યનો ક્રમ આવે છે તેની વસતિ રાજ્યના એક મહાનગર જેટલી છે ), બાળકો સામેના ગુનાઓમાં 27માં ક્રમે, શરીર સબંધિત ગુનામાં 30માં ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનાઓમાં 28માં ક્રમે, આર્થિક ગુનાઓમાં 33માં ક્રમે ગુજરાત છે. એટલે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement