For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મારવાડી યુનિવર્સિટીમાં બનેલી વિવિધ ઘટનાના વિરોધમાં NSUI દ્વારા હલ્લાબોલ

06:21 PM Oct 01, 2024 IST | Bhumika
મારવાડી યુનિવર્સિટીમાં બનેલી વિવિધ ઘટનાના વિરોધમાં nsui દ્વારા હલ્લાબોલ
Advertisement

કેમ્પસના ગેટ પાસે ઘેરાવ કરતા પોલીસ દ્વારા છાત્ર નેતાઓની અટકાયત

મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં તાજેતરમાં બનેલી ઘટનાઓથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડતી હોય પગલા ભરવાની માંગ સાથે એનએસયુઆઇ દ્વારા મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરી ગેટ પાસે જ હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

આ અંગે એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષોમાં યુનિવર્સિટી પર સરકારના શિક્ષણ વિભાગનો કોઈ અંકુશ ન હોય તેવી રીતે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ફી વધારો કરીને બેફામ લૂંટવામાં આવે છે. અમારો આક્ષેપ છે કે હોસ્ટેલ તંત્ર અને શિક્ષણ તંત્ર સાથે રહીને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે તો મારવાડી માં ગેરકાનું ની પ્રવૃત્તિઓ ખુલ્લી પડે એવું અમને લાગી રહ્યું છે જેની ગુજરાત એનએસયુઆઇ આ રાજ્યની ડીજીને રાજકોટ શહેર પોલીસ કમિશનરને અને ગુજરાતના ગૃહમંત્રીને પણ આ આવેદન પત્ર એમને પણ આપવામાં આવશે. વર્તમાન પત્ર અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ઉજાગર એમા હમણાંની જ ઘટનાઓ અને કેમ્પસની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીને ચાર પાંચ વિદ્યાર્થીઓ દ્વારા મારવામાં આવેલ હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને છેલ્લા બે વર્ષોમાં ઘણી બધી રેગિંગની ઘટના સામે આવેલ છે.

તો આવી યુનિવર્સિટીની અંદર સરકાર દ્વારા જે રેગિંગ વિરુદ્ધનો કાયદો જે અમલમાં મુકેલ છે તો કાયદેસરની કાર્યવાહી યુનિવર્સિટીમાં નથી થતી જેથી અવારનવાર આવા બનાવો બને છે. જેથી આવા બનાવો રોકવા માટે સરકારના શિક્ષણ વિભાગે કડક પગલાં લેવા જોઈએ જેની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ હેરાન ન થય. તેવી સરકારને એનએસયુઆઇની માંગશે અને જો આ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઇ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement