For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં ભાજપના ઝંડા લગાવવા કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડવામાં આવતા ભારે ઉહાપોહ

04:19 PM Oct 13, 2025 IST | Bhumika
વડોદરામાં ભાજપના ઝંડા લગાવવા કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડવામાં આવતા ભારે ઉહાપોહ

આગામી 14 ઓક્ટોબરે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા ભાજપ દ્વારા બંને નેતાઓનું સ્વાગત કરવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.

Advertisement

જો કે વડોદરા શહેર ભાજપ ભુલી ગયું છે કે પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભાજપના કાર્યક્રમ માટે આવી રહ્યા છે અને તેથી શહેર ભાજપે શહેરભરમાં ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડ્યા છે.

વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે 14 તારીખે ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રી વડોદરામાં આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત કરવા માટે શહેર ભાજપના નેતાઓ અને કોર્પોરેશનના પદાધીકારીઓએ વડોદરા શહેરમાં ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડ્યા છે.

Advertisement

તેમણે કહ્યું કે એરપોર્ટ સર્કલ પાસે રવિવારે રાત્રે કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના કર્મચારીઓ કોર્પોરેશનની સ્ટ્રીટલાઇટની સમસ્યાઓ દુર કરવા માટે ઉપયોગમાં લેવાતી ગાડી દ્વારા સ્ટ્રીટ લાઇટો પર ભાજપના ઝંડા લગાવી રહ્યા હતા તે કેટલું યોગ્ય છે. આ ભાજપનો કાર્યક્રમ છે તો ભાજપના કાર્યકરો તેમના વાહનોનો ઉપયોગ કરીને ઝંડા લગાવે તે યોગ્ય છે પણ કોર્પોરેશનના કર્મચારીઓ ભાજપના ઝંડા લગાવે તે કેટલે અંશે ઉચિત છે.

મોડી રાત્રે વોર્ડ નંબર 13માં સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મીઓએ ભાજપના ઝંડા લગાવ્યા હતા. નવાઇની વાત એ છે કે કોર્પોરેશનની ગાડીમાં પણ ભાજપના ઝંડા જોવા મળ્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ સ્થળ પર જઇને કર્મચારીઓની પૂછપરછ કરતા તે કોર્પોરેશનના કર્મચારી હોવાનું અને ભાજપના ઝંડા લગાવાનું કામ સોંપાયું હોવાનું જણાવાયું હતું. જેથી કોંગ્રેસ કાર્યકરે આ કામ અટકાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement