For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અટલ સરોવરમાં પ્રથમ દિવસે પાંખી હાજરી, સહેલાણીઓ રાઇડ્સની રાહમાં

03:58 PM Aug 02, 2024 IST | admin
અટલ સરોવરમાં પ્રથમ દિવસે પાંખી હાજરી  સહેલાણીઓ રાઇડ્સની રાહમાં

જન્માષ્ટમી પહેલાં રાઇડ્સ અને બોટિંગ સહિતના આકર્ષણો શરૂ કરવા તૈયારી

Advertisement

રાજકોટની ભાગોળે રૈયા વિસ્તારમાં સ્માર્ટ સીટીમાં આવેલ અટલ સરોવર મહાનગરપાલિકા દ્વારા બે માસ બાદ ગઇકાલે ફરી ખુલ્લુ મુકવામાં આવતા જન્માષ્ટમી સહીતના તહેવારોમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને અટલ સરોવરમાં હરવા- ફરવાનો લાભ મળશે. જો કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ હજુ સુધી સરકારની સ્પષ્ટ ગાઇડલાઇન નહીં આવતા હાલ રાઇડો બંધ રાખવામાં આવી હોવાથી મુલાકાતીઓ નિરાશ થયા છે. પ્રથમ દિવસે અટલ સરોવરમાં ખાસ ભીડ જોવા મળી ન હતી.

હાલ માત્ર હરવા ફરવા માટે અટલ સરોવર ખુલ્લુ મુકાયુ છે અને ફુડ કોર્ટ શરૂ કરવામાં આવી છે. જયારે આગામી તહેવારો પહેલા વિવિધ રાઇટસ અને બોટીંગપણ શરૂ કરી દેવા વિચારણા ચાલી રહી છે. જન્માષ્ટમી સહીતના તહેવારોની સીઝન શરૂ થતી હોવાથી અટલ સરોવરમાં આવેલી વિવિધ રાઇડસ પણ ચાલુ કરવા માંગણી ઉઠી છે.

Advertisement

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ અટલ સરોવર બંધ કરવામાં આવ્યું હતું.
પરંતુ મેયર સહિતના શાસકોએ કરેલા નિર્ણય મુજબ ફરી એકવાર અટલ સરોવર લોકોને ફરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

બે મહિના કરતા વધુ સમય બાદ અટલ સરોવર ખુલતા લોકોમાં ઉત્સાહ છે. પરંતુ ચાલુ દિવસ હોવાથી લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે, શનિ-રવિવાર અને આગામી જન્માષ્ટમીના તહેવારોમાં લોકોની ભીડ ઉમટશે.

લગભગ બે મહિના કરતા વધુ સમય બાદ કોર્પોરેશન તંત્રની મંજૂરી બાદ અટલ સરોવર ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

અગાઉ વેકેશનના સમય દરમિયાન અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હતા. પરંતુ શહેરમાં એક દુર્ઘટના બાદ બે મહિના માટે બંધ રાખવામાં આવ્યું હતું.

જોકે, અટલ સરોવરને ફરીથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. આગામી સમયમાં જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે લોકો વધુમાં વધુ મોજ માણી શકે તે પ્રકારની તમામ વ્યવસ્થા અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. અગાઉ ટિકિટ માટે લાંબી લાઇનમાં ઉભું રહેવું પડતું હતું. પરંતુ હવે આવું ન થાય તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement