For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં રોડ ઉપર સિંહ આવી ચડતા ભારે દોડધામ

11:31 AM Aug 06, 2025 IST | Bhumika
જૂનાગઢમાં રોડ ઉપર સિંહ આવી ચડતા ભારે દોડધામ

વાહન વ્યવહાર થંભી ગયો, જંગલ ખાતાએ ફરી જંગલમાં ધકેલ્યો

Advertisement

જૂનાગઢના ગિરનાર પર્વતના જંગલોમાં વસવાટ કરતા અભયરાજ સિંહનો આશ્ચર્યજનક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ગિરનારના જંગલમાંથી એક ડાલામથ્થો સિંહ સીધો બિલખા રોડ તરફ આવી ચડ્યો હતો. શિકારની શોધમાં જંગલની બોર્ડર પાર કરી આ સાવજ રોડ ક્રોસ કરવા માગતો હોય તેમ રોડ નજીક આવી પહોંચ્યો હતો. જેના કારણે રસ્તા પરથી પસાર થનારા વાહનચાલકો થોભી ગયા અને સાવજનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક રીક્ષાની સામે સીધો ડાલામથ્થો આવી ઉભો રહ્યો અને નજરો મળતાં જ રિક્ષાચાલકના રૂૂંવાડા ઉભા થઇ ગયા હોય તેમ લાગતું હતું. લોકોમાં થોડી હચકચાહટ દેખાઈ હતી, પરંતુ સાવજ કોઈ પ્રકારની હિંસાત્મક હલચલ વગર રસ્તા પર શાંત સ્થિતીમાં હતો. આ સમાચાર વનવિભાગ સુધી પહોંચ્યા, તેમજ તેમનો સ્ટાફ ઘટનાસ્થળે તાકીદે દોડી આવ્યો અને ધીરજપૂર્વક આ સાવજને પરત જંગલ તરફ વાળ્યો હતો.

Advertisement

રહેણાંક વિસ્તારમાં સિંહ-દીપડાના આંટાફેરાથી ભય
જુનાગઢ ગિરનારના જંગલ વિસ્તારની નજીક આવેલા રહેણાંક વિસ્તારોમાં સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજેતરમાં, ગિરનાર દરવાજા પાસે આવેલી વાણંદ સોસાયટીમાં મોડી રાત્રે એક સિંહ આવી ચડ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે સિંહ રહેણાંક વિસ્તારમાં શાંતિથી લટાર મારી રહ્યા છે, જે સંભવત: શિકારની શોધમાં જંગલ છોડીને આવ્યા હતાં. આ ઘટના બાદ તુરંત જ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ બન્ને સિંહને સલામત રીતે જંગલ તરફ પાછા વાળવામાં સફળતા મેળવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Advertisement
Tags :
Advertisement
Advertisement