ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મનપાની વેરા વળતર યોજનાને જબરો પ્રતિસાદ: 39,68 કરોડ જમા

12:50 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 16/4/2025 થી તા.2/6/2025 સુધી એડવાન્સ ટેક્સ વળતર યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં 47589 આસામીઓ દ્વારા આ યોજનાનો લાભ મેળવીને 35 કરોડ 56 લાખ ની રકમ ભરપાઈ કરવામાં હતી. તેમને રૂૂપિયા 2 કરોડ 78 લાખ નું વળતર આપવામાં આવ્યું હતું. એવી જ રીતે વોટર ચાર્જિસમાં 21321 મિલકત ધારકોએ રૂૂ .4 કરોડ 12 લાખની રકમ ભરપાઈ કરી હતી અને રૂૂ. 44 લાખ નું વળતર મેળવ્યું હતું.

Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત તથા પાણી વેરો એડવાન્સ માં ભરપાઈ કરનાર ને 10 થી 25 ટકા સુધી નો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં સામાન્ય કરદાતાઓ ને 10 ટકા રિબેટ આપવામાં આવ્યું હતું. તેમાં 31350 કરદાતા ઓ ને રુ. 1,79,13, 099 નું રિબેટ આપવામાં આવ્યું હતું.જ્યારે સિનીયર સિટીઝન ને 15 ટકા રીબેટ નો લાભ અપાયો હતો, તેમાં 13117 કરદાતાઓ ને રુ.88,42, 447 નું રિબેટ અપાયું હતું. શારીરીક ખોડખાપણધરાવતી વ્યકિતીઓ ને પણ 15 ટકા રીબેટ નો લાભ અપાયો હતો.

જેમાં 81 કરદાતા ને 36760 નો રિબેટ નો લાભ અપાયો હતો. બી.પી.એલ. કાર્ડ ધારક વિધવાઓ ને 15 ટકા રીબેટ અન્વયે 17 કરદાતા ને 4658 નું વળતર અપાયું હતું. ક્ધયા છાત્રાલય ને કરવેરા માં રાહત 25 ટકા રીબેટ માં 6 કરદાતા એ લાભ મેળવી રૂૂ.102622 નું રિબેટ મેળવ્યું હતું. માજી સૈનિકોને કરવેરામાં રાહત માં 25 ટકા રીબેટ લાભ અન્વયે 39 કરદાતા ને રૂૂ.25130 નું વળતર અપાયું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહિદોની વિધવાઓને કરવેરામાં રાહત 25 ટકા રીબેટ માં એક કરદાતા એ લાભ મેળવ્યો હતો. જેમને રૂૂ 615 નું વળતર મળ્યું હતું. અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ, અને અંધાશ્રમ ને કરવેરામાં રીબેટ માં 25 ટકા રીબેટ આપવામાં આવ્યું હતું જેનો 4 કરદાતાઓએ લાભ મેળવ્યો હતો. જેમને રૂૂપિયા 81711 નું રિબેટ આપવામાં આવ્યું હતું.

સોલાર રૂૂફટોપ એનર્જી સિસ્ટમમાં 5 ટકા રીબેટ અન્વયે 714 કરદાતાઓ દ્વારા 8,19,686 ના રિબેટ ના લાભ મેળવાયો હતો. વધુમાં આ રીબેટ યોજના દરમ્યાન કુલ - 25,173 મિલ્કત ધારકોએ ઓનલાઈન ટેકસ ભરીને 2 ટકા નો ડીસ્કાઉન્ટ (વધુમાં વધુ રકમ રૂૂા.250 ) 2કમ રૂૂા.16,08,300 નું ડીસ્કાઉન્ટ મેળવેલ છે. તેમ જામનગર મહાનગરપાલિકા ના ટેક્સ ઓફિસર ની યાદી માં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement