સાવરકુંડલામાં ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ સામે હિન્દુ સમાજમાં ભારે રોષ
સંતો, મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં મામલતદારને અપાયું આવેદન
સાવરકુંડલા શહેરમાં ગત દિવસી થી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. શહેરના તંત્ર દ્વારા 36 ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે, જેમાં દેવી-દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે. આ નોટિસનો વિરોધ કરતાં, સાવરકુંડલાના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન, હિન્દુ સમાજના લોકોએ આજ રોજ તારીખ 20 જુલાઈ 2024 શનિવારના રોજ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં સંતો, મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકો ની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હાલમાં આ મામલો ખૂબ જ ગરમાતો બન્યો છે જો વિસ્તારથી વાત કરવામાં આવે કે આ નોટિસોમાં છે મંદિરો હટાવવાની વાત કરી છે જેમાં હનુમાનજી મંદિર દેવળા ગેઇટ,બટુક હનુમાન મહાદેવજીનું મંદિર હોથી ભાઈ ની શેરી, મહાદેવજીનું મંદિર,મેઇન બજાર,હનુમાનજીનું મંદિર મંદિર, હાટકેશ્વર મંદિર મણીભાઈ ચોક, મહાદેવજીનું મંદિર નદી કાઠે, રામદેવજીનું મંદિર અમરેલી રોડ ચોટલીયા પરિવારના સુરાપુરા અમરેલી રોડ,બજરંગદાસ બાપાની મઢુલી, માતાજીનું મંદિર, ચેતન હનુમાનજીનું મંદિર કુંડલા પ્રેસ પાસે, શક્તિ માતાજીનું મંદિર જનતા બાગ સામે, માતાજીનો મઢ માતાજીનું મંદિર, રામદેવજી મંદિર સાધના સોસાયટી, ખોડીયાર માતાજીનું મંદિર સાધના સોસાયટી, માતાજીનું મંદિર સાધના સોસાયટી, રામદેવજી મંદિરનો ચોરો શિવાજીનગર, હનુમાનજીનું મંદિર, વેલનાથ બાપા નો ઓટો,અમૃતવેલ બાજુમાં શીતળા માતાજીનું મંદિર જેસર રોડ, દત્તાત્રેય અને શંકર મંદિર, હનુમાનજી મંદિર મહુવા રોડ, બાપાસીતારામ નો ઓટલો જેસર રોડ,રાજબાઈમાં નુ મંદિર રામ બાપા ની મઢુલી નાગનાથ સોસાયટી ,ખોડીયાર માતાજીનું મંદિર હાથસણી રોડ, ધજડી રોડ, શીતળા માતાજીની ડેરી હાથસણી હનુમાનજીનું મંદિર વિદ્યુત નગર વગેરે મંદિરો નોટીસમાં સમાવેશ થાય છે તો સમગ્ર હિન્દુ સમાજ દ્વારા બે કલાક બધાએ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી આવેદનપત્રમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકઠો થયો હતો. અને બધાની લાગણીને ઠેસ લાગે છે તેવું બધાએ જણાવ્યું હતું અને 24 કલાકમાં આ મંદિરો હટાવવામાં નહીં આવે તેમની નોટિસ જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું અને જો આ મંદિરની ધજા નીકળશે તો સાવરકુંડલા નું રૂૂપ કંઈક અલગ હશે તેવો પણ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.