રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેટલું ભેગુ કર્યુ? શિક્ષકો પાસે હિસાબ માગતી સરકાર

04:58 PM Jul 15, 2024 IST | admin
Advertisement

કેટલું ભેગુ કર્યુ? શિક્ષકો પાસે હિસાબ માગતી સરકારસ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા પરિપત્ર: શિક્ષકો પાસે ફોર્મ ભરાવવા સ્થાનિક અધિકારીને આદેશ

Advertisement

રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને સ્થાવર મિલકત સંબંધી ડિક્લેરેશન ફોર્મ ભરવા માટે આદેશ કર્યો છે.

આ માટે પરિપત્ર કરી જિલ્લા કક્ષાએથી તમામ શિક્ષકોના ફોર્મ ભરાય તે જોવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા વર્તણુંક નિયમોમાં જંગમ અને સ્થાવર મિલકત સંબંધિત જોગવાઈ કરવામાં આવેલી છે, તેને ધ્યાને રાખીને શિક્ષકોએ ડિક્લેરેશન ફોર્મ ભરવાના રહેશે. આમ, હવે રાજ્યના અન્ય કર્મચારીઓની જેમ શિક્ષકોએ પણ પોતાની મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને પરિપત્ર કરી પ્રાથમિક શિક્ષકો દ્વારા જંગમ, સ્થાવર મિલકત સંબંધિ ડિક્લેરેશન ફોર્મ ભરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર રાજય સ્તરે પંચાયત સેવા વર્તણૂક નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ પંચાયતના દરેક કર્મચારી/ પ્રાથમિક શિક્ષક દ્વારા જંગમ, સ્થાવર મિલકત સંબંધી ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.

જેના પગલે હવે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો અને આચાર્યોને મિલકતો જાહેર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો-1998ના નિયમોમાં જંગમ સ્થાવર મિલકત સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં નિયમ 20 (1)(ક)ની જોગવાઈ અનુસાર, પંચાયતના દરેક કર્મચારીએ, કોઈ પણ સેવા અથવા જગા પર પોતાની પ્રથમ નિમણૂક વખતે વારસામાં મેળવેલી માલિકીની તેના પોતાના નામે અથવા તેના કુંટુંબના કોઇ પણ સભ્યને નામે અથવા બીજી કોઇ પણ વ્યક્તિના નામે પટેથી અથવા ગીરોથી તેણે સંપાદન કરેલી અથવા ધરાવેલી સ્થાવર મિલકત સંબંધી પુરી વિગતો આપતા સરકાર ઠરાવે તેવા પત્રકમાં જિલ્લા પંચાયતને પોતાની જંગમ અકસ્માયતોનું પત્રક સાદર કરવું જોઇશે.

જ્યારે નિયમ 20 (1) (ખ) અનુસાર, પંચાયતના દરેક નોકરે જે વર્ષમાં તે પાંચના પૂર્ણ ગુણાંકની ઉંમરનો થાય એટલે કે યથાપ્રસંગ 25, 30, 35 વગેરેથી 25 અથવા 60 વર્ષની ઉંમરનો થાય તે દરેક વર્ષના અંતે પેટા ખંડ(ક)માં ઉલ્લેખ માહિતી પુરી પાડવી જોઈશે. આમ, આ બંને જોગવાઈને ધ્યાને રાખીને રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત તમામ પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક દ્વારા ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવે તે માટે આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા આ ફોર્મ ભરવામાં આવે તે જિલ્લા કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું રહેશે તેમ પણ પત્રમાં જણાવાયું છે.

Tags :
gujarat newsgujratgovernment
Advertisement
Next Article
Advertisement