દસ્તાવેજ ન કરતા રૂડાના 57 અરજદારોના આવાસ રદ
મુંજકા ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની ફ્લેટ સ્વીકારવાની મુદત પૂર્ણ થતાં રૂડાએ કાર્યવાહી હાથ ધરી
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા અને રૂડા દ્વારા મધ્યમવર્ગ તેમજ ગરીબ પરિવારો માટે આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આવાસ યોજનાનું ફોર્મ ભરાયા બાદ ડ્રો કરવામાં આવે છે. ત્યાર બાદ અરજદારને તેમને લાગગેલ આવાસનો દસ્તાવેજ તેેમજ મેન્ટેનન્સની રકમ ભરવા સહિતની સુચના અપાતી હોય છે. પરંતુ અમુક અરજદારો સમયસર દસ્તાવેજ નબનાવતા હોય તેમને લાગેલા આવાસ રદ કરવાનો નિયમ છે. જે અંતર્ગત રાજકોટ સહિત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પરિશ્રમ હાઉસીંગ સર્વિસ સોસાયટીની બાજુમાં મુંજકામાં તૈયાર થયેલ આવાસ યોજનામાં 57 અરજદારોએ સમયસર દસ્તાવેજ ન બનાવતા તેમને ફાળવવામાં આવેલ આવાસ રદ કરવામાં આવ્યા છે. અને તેની જાણકારી અરજદારોને આપી દેવામાં આવી છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઊઠજ-ઈં પ્રકારના ટી.પી.17 એફ.પી.73, પરિશ્રમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સંસ્કુતિ પાર્ટી પ્લોટની બાજુમાં, કાલાવડ રોડ,મુંજકા, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબ આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂૂડાનાં આવાસનો દસ્તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય. આ બાબતે લાભાર્થીઓને રૂૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. સદરહુ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવ્યા છે.
રૂડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના એક સાથે 57 આવાસો રદ કરવામાં આવ્યા છે. જેમાં એ-102, 104, 406, 606 તથા બી-305, 603, 706 તથા સી-203, 204, 607 તથા ડી-101, 206, 303, 506, 602, 605, 607, 707 તથા ઈ-405, 601, તથા એફ-402 તથા જી-403, 506, 605 તથા એચ-205, 305, 307 આઈ-406, જે-508, 601, 706, કે-101, 408, 603, 707, એલ-105, 106, 206, 207, 208, 504, 602, 705, 708, 103, એમ-203, 401, 504, 505, 602, એન-10, 301, 407, 602, આઈ-601 અને ઈ-605 અને બી-604 ફ્લેટ નંબર સહિતના 57 અરજદારોના ઉપર મુજબના આવાસો રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.