રૂડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના વધુ 19 લાભાર્થીઓના આવાસ રદ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWSII પ્રકારના ટી.પી.17 એફ.પી.80, પરિવાર હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ડેકોરા પાછ્ળ, રૂૂડા નગર 3ની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબના આવાસો આવાસધારકોને ફાળવેલ છે.
તે આવાસોના દસ્તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોઈ, આ બાબતે લાભાર્થીઓને અત્રેની કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે પરંતુ આજદિન સુધી આવાસધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.
શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરનાર અને ભાડાકરાર ન બનાવનાર 19 લાભાર્થીઓના આવાસો રદ કરી તામમને નોટીસ પાઠવવામાં આવી હતી.
આજે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ નંબર એ 106, 605, 1105, બી-1003, 1204, 1402, 1403, સી-202, 302, 401, 1103, 1303, ડી-505, ઈ-503, 703, 704, 705, 901, 1001 સહિતના 19 આવાસો રદ કરી કોઈપણ પ્રકારના વાંધા-વચકા હોય તો સાત દિવસમાં કચેરી ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.