સીલિંગ ઝુંબેશ સામે હોટેલ-રેસ્ટોરાનું કાલે બંધનું એલાન
800થી વધુ ધંધાર્થી 24 કલાક બંધ પાળશે: મ્યુનિસિપલ કમિશનર-પોલીસ કમિશનર સાથેની બેઠક નિષ્ફળ
ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરાપલિકાએ વધુલોકો ભેગા થતા ંહોય અને આગની દૂર્ઘટના સર્જાય ત્યારે નિયમોનું પાલન થઈ શકતું ન હોય તેવા એકમો વિરુદ્ધ ચેકીંગ ઝુંબેશ હાથ ધરી ફાયર સેફ્ટી અને બીયુ અંતર્ગત સીલીંગ કામગીરી શરૂ કરી હતી. જેમાં તંત્રએ થોડી રાહત આપી સોગંદનામાના આધારે સીલ ખોલવાની કાર્યવાહીનો પ્રારંભ કરેલ પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ફરી સિલિંગ ઝુંબેશ શરૂ કરાતા હોટલ રેસ્ટોરન્ટ, કાફે તેમજ પાર્ટીપ્લોટ સહિતના ધંધાર્થીઓએ તેનો વિરોધ કરી કામગીરી ઝડપી બનાવે તેમજ નિયમોમાં છુટછાટ આપવામાં આવે તે સહિતના મુદ્દે આવતી કાલે બંધનું એલાન આપ્યું છે. જેથી 800થી વધુ ધંધાર્થીઓ આવતી કાલે બંધ પાળી સીલીંગ ઝુંબેશનો વિરોધ કરશે.
મહાનગરપાલિકાએ અગ્નિકાંડ બાદ એકમો સીલ કરવાની કામગીરી બંધ કર્યા બાદ ફરી વખત ઝુંબેશ શરૂ કરી છે. તેનો ફરી એક વખત વિરોધ ઉઠ્યો છે. જેમાં ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, કાફી તેમજ પાર્ટી પ્લોટ સહિતના ધંધાર્તીઓ દ્વારા વિરધ કરી ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે આ મુદ્દે ચર્ચા હાથ ધરેલ જેનો નિવેડો ન આવતા હવે આવતી કાલે તમામ ધંધાર્થીઓએ 24 કલાક ધંધા બંધ રાખવાનો નિર્ણય લઈ ફરી વખત રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર તેમજ અન્ય મુખ્યમાર્ગો ઉપર રેસ્ટોરન્ટને ફાયરઅ ેનઓસી અંતર્ગત સીલ કર્યા હતાં. આથી ધંધાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. તેમના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના ખાણીપીણીના 250થી વધુ ધંધાર્થીઓ તેમજ પાર્ટીફ્લોટ, કાફે, અને હોટલ સહિતના 800જેટલા વેપારીઓએ મહાનગરપાલિકા દ્વારા થતી એક તરફી કાર્યવાહીનો વિરોધ કરી આ મામલે અગાઉ રજૂઆત કરી ચોક્કસ માર્ગદર્શીકા બનાવવામાં આવે તેવું જણાવી છતાં આજ સુધી ઉકેલ ન આવતા સવારે છ વાગ્યાથી બીજા દિવસે સવારેછ વાગ્યા સુધી વેપાર-ધંધા બંધ રાખી વિરોધક રવામાં આવ્યો છે. જેથી કાલે 800થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ, કાફે, બેન્ક્વેટ હોલ, અને પાર્ટીપ્લોટ સહિતના ધંધાર્થીઓ દ્વારા બંધ રાખી સંભવત પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવવામાં આવશે.
સરકારના SOP મુજબ કાર્યવાહી થશે : તંત્ર
મહાનગરપાલિકાની સીલીંગ ઝુંબેશ સામે વેપારીઓ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવેલ જેનો નિવેડો ન આવતા ગઈકાલે ફરી વખત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને આ અંગે રજૂઆત કરેલ અને ફાયર એનઓસી તેમજ બીયુ સર્ટી માટે યોગ્ય માર્ગદર્શીકા બનાવવામાં આવે તેવું જણાવેલ છતાં ઉકેલ ન આવતા કાલે 800થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટ સહિતના ધંધાર્થીઓએ બંધનું એલાન આપ્યું છે. ગઈકાલે પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર તેમજ અધિકારીઓ સાથે મિટીંગ યોજવામાં આવેલ જેમાં સીલીંગ અને બીયુ સર્ટી અંતર્ગત ચર્ચા હાથ ધરી સરકારના એસઓપી મુજબ કાર્યવાહી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
ફાયર અને ટીપી વિભાગની કામગીરી મંદ ગતિએ
અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ અંતર્ગત મનપાએ 500થી વધુ એકમો સીલ કર્યા હતાં. જેઓને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવાની સુચના આપી સીલ ખોલવામાં આવેલ જેના લીધે અનેક શાળાઓ, રેસ્ટોરન્ટો તેમજ હોસ્પિટલો દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરામાં આવેલ પરંતુ સીએફઓ તેમજ ટીપીઓ ન હોવાના કારણે છેલ્લા એક માસથી બન્ને વિભાગની કામગીરી ઠપ થઈ ગઈ હતી. જે બે દિવસ પહેલા ચાલુ કરવામાં આવે છે છતાં ધીમીગતિએ કામગીરી થતી હોય ફાયર એનઓસી આપવામાં હજુ પણ વિલંબ થશે તેમ લાગી રહ્યું છે. જ્યારે ટાઉન પ્લાનીંગ વિભાગમાં પણ નવો સ્ટાફ હોય બીયુ અંતર્ગત કામગીરી પણ ઢીલી રહેવાની સંભાવના જોવાઈ રહી છે.