રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એક જ બિલ્ડિંગમાં 50-50 ટકામાં હોટેલ-ઓફિસને મંજૂરી મળશે

01:51 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

CGDCRમાં મિક્સ યુઝડ ડેવલપમેન્ટને લગતા નવા સુધારા કરાયા, હોટેલ માટે બિલ્ટઅપ એરિયાના 50 ટકા બાદ બાકીનો વિસ્તાર અન્ય હેતુ માટે વાપરી શકાશે

રાજ્યમાં એક જ બિલ્ડિંગમાં ઓછામાં ઓછું 50 ટકા હોટલનો વિસ્તાર હોય અને બાકીનો ભાગ અન્ય કોમર્શિયલ ઉપયોગ માટે લઇ શકાય તે માટેના રેગ્યુલેશન ફોર કોર્પોરેટ ઓફિસ, હોટલ એન્ડ મિક્સ્ડ યુઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-2024ને નવા સુધારા સાથે શહેરી વિકાસ વિભાગે લાગુ કર્યો છે. કંપનીની કોર્પોરેટ ઓફિસ હોય તે જ કોમ્પલેક્સમાં હોટલ પણ હોય તેવા મીક્સ ઉપયોગના ડેવલપમેન્ટ પ્લાનને ચોક્કસ જોગવાઇઓને આધીન મંજૂરી આપવામાં આવશે.

અમદાવાદ સહિત મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી ડેવલપર દ્વારા એક જ કોમ્પ્લેક્સમાં હોટલ અને કોર્પોરેટ ઓફિસ હોય તેને અલગથી મંજૂરી આપવા માટે માગ કરી રહ્યા હતા તેને ધ્યાનમાં લઇને નવા નિયમો નક્કી કરાયા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશ દત્તાની સહીથી તાજેતરમાં જારી કરાયેલા હુકમમાં 2016ના હોટલ એન્ડ મિક્સ યુઝ ડેવલપમેન્ટ વિનિયમોને રદ કરીને 2024ના કોર્પોરેટ ઓફિસ શબ્દ ઉમેરી નવા વિશિષ્ટ નિયમો જારી કરવામાં આવ્યા છે. રાજ્યમાં વધતા રોકાણને ધ્યાનમાં લેતા અને દેશ-વિદેશની કંપનીઓ પોતાની કોર્પોરેટ અને રજિસ્ટર્ડ ઓફિસ રાજ્યમાં શરૂૂ કરે અને આવકમાં વધારો થાય તેવી પ્રવૃતિમાં જમીનનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુને તેમાં ધ્યાનમાં રખાયો છે. જેને કોર્પોરેટ ઓફિસ, હોટલ અને મિશ્ર ઉપયોગ વિકાસ-2024ના નામે લાગુ કરાયા છે.

આ નિયમો હેઠળ સૂચિત કોર્પોરેટ ઓફિસ, હોટલ અને મિશ્ર ઉપયોગની ઇમારતો માટેની કોઇપણ ઇમારતને લાગુ પડશે.હોટલ અને મિકસ્ડ યુઝ ડેવલપમેન્ટમાં હોટલ માટે મુખ્ય પ્રવૃતિ તરીકે ઉપયોગમાં લેવાતા પ્લોટના કુલ બિલ્ટ અપ વિસ્તારના ઓછામાં ઓછા 50 ટકા ગણવાનો રહેશે. તેની સાથે મનોરંજન જેવી અન્ય સંલગ્ન પ્રવૃતિ સાથે સિંગલ મેનેજમેન્ટ હેઠળ હોટલની કોઇપણ ઇમારત અથવા તેના જૂથમાં રિસોર્ટ્સ, પ્રવાસીઓ માટે ખરીદી, આનંદપ્રમોદની પ્રવૃતિ અને ખાદ્ય સેવાઓનો પણ સમાવેશ કરાયો છે. બાકીના બિલ્ટ અપ વિસ્તારનો ઉપયોગ કોમર્શિયલ મોલ, મલ્ટીપ્લેક્સ, ક્ધવેન્શન સેન્ટર જેવા અન્ય હેતુ માટે કરી શકાશે. આ નિયમનો સીજીડીસીઆરની જોગવાઇને આધીન જે ડેવલપર વિકાસ કરવા માગતા હેશે તે સક્ષમ અધિકારીને અરજી કરશેતેની નકલ રાજ્ય સરકારને પણ મોકલાવવાની રહેશે.

એફએસઆઇના કિસ્સામાં આ નિયમોના હેતુ માટે કોઇપણ ઝોનમાં નિર્ધારીત એફએસઆઇને ધ્યાનમાં લીધા વિના આ રીતે લાગુ કરાશે. તે મુજબ કોઇપણ પ્લોટ પર મંજૂર કુલ એફએસઆઇ ગ્લોબલ એફએસઆઇ (આ નિયમો હેઠળ એફએસઆઇ ઝોન કોઇપણ હોય) અને પ્રીમિયમ એફએસઆઇનો સરવાળો હશે જ્યાં ગ્લોબલ એફએસઆઇ કોઇપણ વિસ્તારમાં 0.6 હોવી જોઇએ અથવા બેઝ એફએસઆઇ ચોક્કસ ઝોનમાં અનુમતિપાત્ર હશે જે લઘુત્તમ હોય. તે સાથે જંત્રીના 40 ટકાના દરે પ્રીમિયમ એફએસઆઇની પરવાનગી આપવામાં આવશે. કોર્પોરેટ ઓફિસના કિસ્સામાં પ્રીમિયમ એફએસઆઇ કોઇપણ સંજોગોમાં 0.70થી વધુ ન હોવી જોઇએ. કટોકટીના સમયે નિકળવા માટે એસ્કેપ માર્ગ, આશ્રય વિસ્તાર ફરજિયાત છે.

ઈૠઉઈછ હેઠળ મંજૂર કરતા વધુ ઊંચાઇને વધારાની ઊંચાઇ તરીકે ઓળખવામાં આવશે. 16.50 મીટર સુધીની ઊંચાઇ ધરાવતી કોર્પોરેટ ઓફિસ બિલ્ડિંગ માટે પ્રવર્તમાન ઈૠઉઈછ મુજબ લઘુતમ સ્પષ્ટ માર્જિન પ્રદાન કરવામાં આવશે. વપરાશ કરેલી એફએસઆઇના 50 ટકા જેટલું લઘુતમ પાર્કિંગ આપવું પડશે. કોઇપણ ઝોનને ધ્યાનમાં લીધા વિના આ નિયમો હેઠળ સૂચિત ઉપયોગને મંજૂરી આપવામાં આવશે. વિકાસ પરવાનગી કે એનએ આદેશ જારી કરાયા પછી એક વર્ષમાં વિકાસ કામ કરવાનું રહેશે.

કોર્પોરેટ ઓફિસ માટેની શરતો

1) છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રૂૂ.100 કરોડથી વધુનું રોકાણ
2) બિલ્ડિંગ યુનિટની અંદરની તમામ ઇમારતો કંપનીના સત્તાવાર હેતુ માટે ઉપયોગમાં લેવાશે
3) 50 કરોડથી ઓછી ન હોય તેવી શેર મૂડીની ચૂકવણી
4) પોતાની પેટા કંપનીઓ, જૂથ કંપની, સંલગ્ન કંપની સહિત કોઇપણ એન્ટીટીને વેચાણ અથવા લીઝ દ્વારા જગ્યા અધિકારીની પૂર્વ મંજૂરી વિના ટ્રાન્સફર થઇ શકશે નહીં
5) વપરાશ કરેલી એફએસઆઇના 50% જેટલું લઘુતમ પાર્કિંગ

Tags :
buildinggujaratgujarat newsHotel-office
Advertisement
Next Article
Advertisement