ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઊભરાયા

11:50 AM Jul 18, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

જી.જી. હોસ્પિટલમાં રોજ 600-700 દર્દીઓ: કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ 1,000-1,200 દર્દીઓ: ખાનગી ક્લિનિકોમાં દૈનિક 5,000 થી 6,000 જેટલાં લોકો ઊમટી પડે છે: ચોમાસાની ઋતુના આગમન સાથે જ ઠેરઠેર બીમારીના ખાટલા

ચોમાસાની શરૂૂઆત સાથે જ જામનગર શહેરમાં બીમારીઓનો ઉપદ્રવ વધી ગયો છે. ગંભીર બાબત એ છે કે, દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. જીજી હોસ્પિટલમાં દરરોજ 600-700 દર્દીઓ, કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં દરરોજ 1,000-1,200 દર્દીઓ અને ખાનગી દવાખાનાઓમાં 5,000થી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. જે પૈકી સેંકડો લોકોને દાખલ પણ કરવા પડી રહ્યા છે. જોકે દુ:ખ દ સમાચાર એ છે કે, આ વર્ષે કોલેરાના પણ 9 દર્દીઓ સારવાર હેઠળ છે, પરંતુ વાયરલ બિમારીઓ, ખાસ કરીને તાવ, ઝાડા અને ઉલટીના કિસ્સાઓમાં ખૂબ જ વધારો થયો છે. આ ઉપરાંત, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો પણ નોંધાયા છે. દવાખાનાઓમાં દર્દીઓની ભીડ વધવાથી દર્દીઓને લાંબી લાઈનોમાં રાહ જોવી પડી રહી છે અને સારવાર મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. ડોકટરો અને તબીબી સ્ટાફ પણ વધુ કામના ભારણ હેઠળ છે.

આ પરિસ્થિતિનો સામનો કરવા માટે, સ્થાનિક સત્તાવાળાઓએ વધુ દવાખાના અને આરોગ્ય કેન્દ્રો ખોલવાનું શરૂૂ કરી દીધું છે. તેઓ જાહેર જનતાને સ્વચ્છતા જાળવવા અને બીમારીના લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી સહાય લેવા માટે પણ અપીલ કરી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલમાં બાળકોની ઓપીડીમાં પણ દરરોજ 200-300 બાળકોને લઈને વાલીઓ ઉમટી પડે છે. હજુ તો જામનગર શહેરમાં ચોમાસુ દમદાર બન્યું નથી એ પહેલાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઘરે ઘરે બિમારીઓના ખાટલાં જોવા મળી રહ્યા છે. નગરજનોને મોટાં પ્રમાણમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો લાગુ પડી રહ્યા છે. મેલેરિયાના કેસો પણ જોવા મળી રહ્યા છે. દવાખાનાઓ અને ક્લિનિકો દર્દીઓથી ઉભરાય રહ્યા હોય સ્વાભાવિક રીતે જ શહેરના તમામ મેડિકલ સ્ટોરમાં પણ ગિરદી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે અને ચોમાસુ પણ હવે જામવાનું હોય, આવતા દિવસોમાં શહેરમાં રોગચાળો હજુ વધુ વ્યાપક બનવાની શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

Tags :
gujaratgujarat newshospitalsjamnagarjamnagar news
Advertisement
Advertisement