ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં ઘડિયાળના કારખાનામાં વિકરાળ આગ, જાનહાનિ ટળી

12:00 PM Feb 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મોરબીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એવા લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા હિમાલય ફ્રેમ નામના ઘડિયાળ ની ફ્રેમ બનાવતા એક કારખાના નાં બીજા માળે સાંજના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી.આ ફેક્ટરીના કર્મચારી દ્વારા શરૂૂઆતમાં આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફેકટરીમાં રહેલા વેસ્ટ અને પ્લાસ્ટિક વસ્તુઓના કારણે આગ બેકાબૂ બની ગઈ હતી જે બાદ તેઓએ ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Advertisement

જોકે સાંકડી ગલીમાં આગ લાગી હોવાથી ફાયર વિભાગની ટીમને અંદર જવામાં તેમજ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ પર કાબુ મેળવવા લગભગ પાંચ કલાક કરતાં પણ વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો સદ નસીબે ઘટનામાં કોઈ જાન હાની ન થતાં લોકોએ પણ રાહત અનુભવી હતી.આ ઘટનામાં ફેકટરીમાં કાચા માલ સામાન કેમિકલ સહિતની ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.આગનું કારણ સામે આવી શક્યું નહોતું પરંતુ શોટ સર્કિટ થી આગ લાગી હોવાનું ફાયર વિભાગ અનુમાન લગાવી રહી છે

Tags :
firegujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement