દાહોદમાં ભયાનક અકસ્માત: ટ્રક-ટ્રાવેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ચાર લોકોનાં મોત, કુંભથી પરત ફરતો હતો પરિવાર
દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જેમાં કુંભથી શ્રધ્ધાળુઓ પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે જેમાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે જયારે 8 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે,ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાતા આ ઘટના બની હતી. અકસ્માતનો ભોગ બનેલા યાત્રાળુઓ અંકલેશ્ર્વરના હોવાનું જાણવા મળે છે.
દાહોદના લીમખેડા પાલ્લી હાઈવે પર મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ઉભી હતી અને તેની પાછળ ટ્રાવેલર ઘુસી જતા 4 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા સાથે સાથે 8 લકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને 4 ના ઘટના સ્થળે મોત થયા હોવાની માહિતી સામે આવી છે.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ દાહોદની સરકારી હોસ્પિટલમાં ખસેડયા છે જયારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યાં હતા અને અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતા આ ઘટના બની હતી.
જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોની ઓળખ કરી હતી હાઈવે પર જતા અન્ય લોકો પણ મદદમાં જોડાયા હતા અને 108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા,તમામ મૃતદેહની ઓળખ થઈ ગઈ છે તો મૃતદેહને લીમખેડા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડયા છે,ત્યારે મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,ત્યારે પોલીસે ટ્રકના ડ્રાઈવરનું નિવેદન લીધું છે.