For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

VIDEO: રાજકોટના માલીયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: 4ના સ્થળે જ મોત, લોકોએ પતરા ખેચી મૃતદેહો બહાર કાઢ્યા

11:09 AM Dec 14, 2023 IST | Bhumika
video  રાજકોટના માલીયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માત  4ના સ્થળે જ મોત  લોકોએ પતરા ખેચી મૃતદેહો બહાર કાઢ્યા

Advertisement

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થિયા રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી સામે આવ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ પાસે આજે સવારે ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અકસ્માતમાં 4 લોકોના મોત થયાં. અકસ્માતમાં બે કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માત આટલો ગંભીર હતો કે બે જેટલા લોકો કારમાં ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. અને હાલ સ્થાનિક લોકો દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ નજીક આવેલ માલીયાસણ ગામ નજીક આવેલા અમદાવાદ રાજકોટ હાઇવે પર બે કાર અને રેતી ભરેલા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ચાર લોકોના મોત થયાં. જ્યારે એક વ્યકિતને ગંભીર ઈજા પહોંચી હોવાનું હોવાનું પણ સામે આવ્યું છે. અને હજી પણ મૃતક આંક વધે તેવી શક્યતા છે. અકસ્માતના કારણે અમદાવાદ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો જેને કારણે એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટન સ્થળે પહોંચી હતી. અને ટ્રાફિક ક્લીઅર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદ હાઈવે પર રાજકોટ તરફ રસ્તા પર ટ્રકે અચાનક ટર્ન લેતા પાછળ થી હ્યુન્ડાઈ એસેન્ટ અને બલેનો કાર સાથે ડમ્પરએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

Advertisement

મળતી વિગતો મુજબ રાજકોટના મનહરપ્લોટ વિસ્તારમાં રહેતા હિરેનભાઈ વશરામભાઈ સગપરિયાનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. જ્યારે અન્ય બે મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement