રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી લડવા માટે પ્રમાણિક-નિ:સ્વાર્થ લોકો આગળ આવે
નાગરિક બેંક બચાવો સંઘની લોકોને જાહેર અપીલ
સેન્ટ્રલ રજિસ્ટ્રાર મારફત નવા કાયદાઓ પ્રમાણે રાજકોટ નાગરિક સહકારી બેન્ક નો ચૂંટણી કાર્યક્રમ આગામી તા.18 ઓક્ટોબરથી 1 મહિના માટેનો જાહેર થયેલ છે. તટસ્થ ચૂંટણી થાય તે માટે ક્લેક્ટરની રાહબરીમાં ચૂંટણી અધિકારી કાર્ય કરશે જે અભૂતપૂર્વ અને આવકારદાયક છે. બેન્કમાં ચાલતા સ્કેમ, ફ્રોડ, ગેર નીતિઓ સામે જુંબેશ ચલાવનાર નાગરિક બેન્ક બચાવો સંઘ એ માટે સંકલ્પબદ્ધ છે કે નવા ડિરેક્ટરો પ્રમાણિક અને નિ:સ્વાર્થ આવવા જોઈએ.
સંઘના અગ્રણિઓ સર્વ ચંદુભા પરમાર, વિબોધ દોશી,બાલુભાઈ શેઠ, ખેંગા યોગીજી, ઉમેશ દફતરી તેમજ વિશ્વેશ ધોળકિયાએ સંયુક્ત નિવેનદનમાં જણાવ્યું છે કે નાગરિક બેન્કમાં કાલબાદેવી, જુનાગઢ સહિતની બ્રાન્ચોમાં લોન આપવામાં મોટા પાયે સંગઠિત પ્રકારના આર્થિક અપરાધો થયેલ છે. રિઝર્વ બેન્કના ટોપ લેવલના અધિકારી પણ ચોકી ઉઠ્યા છે. નાગરિક બેન્કને આ અંગે ગંભિર ખુલ્લા સાઓ પૂછતો રિપોર્ટ પણ તાજેતર માં આપી દેવાયો છે. બેંકના ડિરેકટરો સાથેની મિટિંગમાં રિઝર્વ બેન્કે પૂન:ઓડિટ કરાવવા, જવાબદાર તમામ શક્ષો સામે પોલિસ કાર્યવાહી તેમજ અન્ય પગલાઓ લેવા ગંભિર હુંકમો કર્યા છે. બેન્કિંગ રૂૂલ્સનો જ્યાં જ્યાં ભંગ થયો છે. તે અને ફ્રોડ અંગેની વિગતો જાહેર કરવા પણ હુકમ કરેલ છે. બેન્ક કઇપણ છુપાવવાનો પ્રયત્ન કરશે તો ગંભિર પગલાઓ લેવાશે તેવી ચેતવણી પણ રિઝર્વ બેન્કે નાગરિક બેન્કને આપી દીધેલ છે.
સંઘ જાહેર જનતાને એવી અપિલ કરે છે કે બેન્કમાં ચૂંટણી લડવા માટે પ્રમાણિક અને સ્વાર્થ વગરના લોકોએ આગળ આવવું જોઇએ. તેઓને વ્યાપક જન સમર્થન પણ મળવું જોઈએ.