રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતના ગૃહ સચિવનો હવાલો એ.કે. રાકેશને સોંપાયો

12:14 PM Mar 19, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ચુંટણી પંચ દ્વારા રાજ્યના 10 જેટલા આઈપીએસ અધિકારીઓને તેમના પદ પરથી ચાર્જ છોડવાનો આદેશ કર્યા બાદ ગૃહસચિવની પણ બદલી કરી નાખી છે ત્યારે ગૃહ સચિવ તરીકે કૃષિ કિશાન કલ્યાણ અને સહકાર વિભાગના આધેડ સચીવ એ.કે. રાકેશને ગુજરાતના ગૃહ સચીવનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે આઈ.પી.એસ. અધિકારીઓને છૂટા કર્યા બાદ તેમનો ચાર્જ અલગ-અલગ અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાતના અધિક ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબિ ધરાવતા પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોશીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

7 રાજ્યમાં જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે તેમની પાસે સંબંધિત રાજ્યોમાં મુખ્યમંત્રીનાં કાર્યાલયમાં એડિશનલ ચાર્જ હતા, જે ચૂંટણીપ્રક્રિયા દરમિયાન જરૂૂરી નિષ્પક્ષતા, ખાસ કરીને કાનૂન વ્યવસ્થા સુરક્ષાબળની તહેનાતીને લઇને પણ સમાધાન કરી શકતા હતા.મહારાષ્ટ્રે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને કેટલાક વધારાના/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોના સંદર્ભમાં ચૂંટણીપંચની સૂચનાઓનું પાલન કર્યું ન હતું, જે 16 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે જણાવવામાં આવ્યું હતું.

જ્યારે ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા 10 જેટલા આઈપીએસ અધિકારીઓને ચાર્જ છોડવાનો આદેશ આપી લીવ રીઝર્વમાં મુકી દીધા હતાં જેમાં અમદાવાદ રેન્જ આઈજીનો હવાલો બ્રિજેશ ઝાને સોંપવામાં અઆવ્યો છે. જ્યારે કચ્છ રેન્જના આઈ.જી.નો હવાલો એસ.પી. મહેન્દ્ર બગડિયાને સોંપવામાં આવ્યો છે.જ્યારે અમદાવાદ સેક્ટર વનનો ચાર્જ ટ્રાફિકના એડીસીપી એન.એન. ચૌધરીને સોંપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપીનો ચાર્જ સાયબર ક્રાઈમના અજિત રાજિયાનને તેમજ અમદાવાદ ઝોન-1નો ચાર્જ ઝોન-7ના ડીસીપી તરૂણ દુગ્ગલને અને એસઆરપી ગ્રુપ-4નો હવાલો ગ્રુપ-11ના કમાન્ડન્ટને સોંપવામાં આવયો છે.

આ ઉપરાંત સુરત પોલીસ કમિશનર, સુરત રેન્જ આઈજી, મહેસાણા એસ.પી. આણંદ એસ.પીની જગ્યા હજુ ખાલી હોય આ તમામ જગ્યા ભરવા માટે ચૂંટણી પંચ દ્વારા ટુંક સમયમાં આઈ.પી.એસ. અધિકારીઓની બદલીના હુકમો કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

Tags :
gujaratgujarat newsHome Secretary of Gujarat
Advertisement
Next Article
Advertisement