ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચાંપરડા આશ્રમમાં 15મીએ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રકલ્પોનું લોકાર્પણ

03:59 PM Feb 11, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ જૂનાગઢની મુલાકાત લેશે. 15 ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાત આવશે.

Advertisement

આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમ હાજરી આપશે.15 ફેબ્રુઆરીએ અમિત શાહ ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ચાંપરડા આશ્રમ ખાતે શ્રી મુકતાનંદ બાપુ સંચાલિત સૌનિક સ્કૂલ ભવન, સ્ટાફ કવાર્ટર, ડોકટર બિલ્ડિંગ, ઓપરેશન થિયેટર, કોમ્પ્લેકસ તેમજ અતિથિ ભવનનું ગૃહમંત્રી અમિતશાહના હસ્તે લોકાપર્ણ કરવામાં આવનાર છે.

ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

આ દરમિયાન અમિત શાહની મુલાકાતને લઈને સંગઠન પણ ખડેપગે છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સાધુ, સમાજના અધ્યક્ષ શ્રી મુકતાનંદ બાપુના સાનિધ્યમાં ચાંપરડા ગીર ખાતે અનેક વિધ પ્રવૃતિઓને સેવાયક્ષ ધમધમી રહ્યો છે.. તેમાં સૌથી મોટો મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચનો પ્રોજેકટ પણ છે. જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થનાર છે.

16 ફેબ્રુઆરીએ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. ત્યારે હાલમાં તમામ પાર્ટીઓ જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને કોઈ પણ ભોગે મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે. ત્યારે જનતા આ વખતે જીતનો કળશ કઈ પાર્ટી ઉપર ઢોળશે તે તો આગામી સમય જ બતાવશે.

Tags :
amit shahChamparda Ashramgujaratgujarat newsHome Minister Amit Shah
Advertisement
Advertisement