રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાંધીગ્રામ-ઓખા વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન

12:26 PM Mar 15, 2024 IST | Bhumika
Advertisement

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે પુનર્વિકસિત કરવામાં આવશે. જેના કારણે અમદાવાદ-ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે. તે મુજબ આ ટ્રેનના રૂૂટ, સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂૂટ ગાંધીગ્રામ-બોટાદ-સુરેન્દ્રનગર જંકશન-રાજકોટ-દ્વારકા-ઓખા થઈને દોડશે. આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.

Advertisement

ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી 20.20 કલાકે ઉપડી બીજા દિવસે સવારે 9.50 કલાકે ઓખા પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન ઓખાથી 23.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.50 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન રૂૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.

હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને આ ટ્રેનને માર્ચ મહિનામાં દ્વિ-સાપ્તાહિક અને ત્યારબાદ એપ્રિલ મહિનાથી સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લીધો છે, જેની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સ્પેશિયલ માર્ચ મહિનામાં 16મી માર્ચ, 18મી માર્ચ, 23મી માર્ચ, 25મી માર્ચ અને 30મી માર્ચે દોડશે અને ત્યારબાદ 6 એપ્રિલ, 2024થી 29 જૂન, 2024 સુધી ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે દોડશે. . એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-ગાંધીગ્રામ સ્પેશિયલ માર્ચ મહિનામાં 17 માર્ચ, 19 માર્ચ, 24 માર્ચ, 26 માર્ચ અને 31 માર્ચે દોડશે અને ત્યારબાદ 7 એપ્રિલ, 2024 થી 30 જૂન, 2024સુધી દર રવિવારે ઓખા સ્ટેશનથી દોડશે. ટ્રેન નંબર 09435 અને 09436 માટે ટિકિટ બુકિંગ 15.03.2024 (શુક્રવાર) થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને ઈંછઈઝઈ વેબસાઇટ પર શરૂૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. 1) ટ્રેન નંબર 12949 પોરબંદર સાંતરાગાચિ કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર શુક્રવારે) 15.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે. 2) ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર રવિવારે) 17.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે. 3) ટ્રેન નં. 12905 પોરબંદર - શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (દર બુધવાર અને ગુરુવારે) 20.03.2024 થી વાંકાનેર સ્ટેશને 13.58 કલાકે આવશે અને 14.00 કલાકે ઉપડશે. ઉપરોક્ત ત્રણેય ટ્રેનોના સ્ટોપેજનું ઉદ્ઘાટન માનનીય સાંસદ, ધારાસભ્ય અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં વાંકાનેર સ્ટેશન પર 15 માર્ચ, 2024ના રોજ 13.15 વાગ્યે આયોજિત કાર્યક્રમમાં કરવામાં આવશે. ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને ૂૂૂ.ૂિ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઈ શકે છે.

Tags :
Gandhigram-OkhaGandhigram-Okha traingujaratgujarat news
Advertisement
Next Article
Advertisement