પોલીસના ખેલા હોબે, રંગોત્સવમાં માર્યા ધુબાકા
રાજકોટ શહેરમાં ઘણા બધા ખાનગી પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે ધુળેટી પાર્ટીનું ધામધૂમથી આયોજન કરાયું હતું. શહેર પોલીસ દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગારંગ ઉજવણી થઇ હતી.પોલીસ કમિશનર બંગલો ખાતેથી પોલીસ કમિશન રાજુ ભાર્ગવ, તમામ ડીસીપી, તમામ એસીપી, તમામ પોલીસ મથકના પીઆઇ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઢોલના તાલે રંગે રમીને બહાર નીકળ્યા હતાં.હેડક્વાર્ટરના ગેઇટ પર ફરજ બજાવી રહેલા કર્મચારીને પોલીસ કમિશનરે રંગેથી સુકન કર્યા બાદ બધા પોલીસ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતાં. જ્યાં રંગે રમી એકબીજાને રંગો લગાવી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.બાદમાં અહિ કૃત્રિમ સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યું હતું.ત્યાં ધૂબાકા લગાવી સૌ પોલીસ સ્ટાફે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.જેમાં પોલીસ કર્મચારીઓ,તેમના સંતાનો પણ સામેલ થયા હતાં.પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ રંગોના પર્વ ધુળેટીની રાજકોટવાસીઓને શુભકામના પાઠવી પરિવાર,મિત્રો સાથે શાંતિપૂર્વક હસીખુશીથી તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો.