For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિટ એન્ડ રન: ઉના પાસે ટ્રકની ઠોકરે તલાટીનું મોત, નાયબ મામલતદાર ગંભીર

01:01 PM Mar 06, 2024 IST | admin
હિટ એન્ડ રન  ઉના પાસે ટ્રકની ઠોકરે તલાટીનું મોત  નાયબ મામલતદાર ગંભીર
  • માઢ ગામે રોજકામ માટે નીકળેલ ત્યારે અકસ્માત સર્જાયો, ટ્રકચાલક ફરાર

ઊનાનાં વેરાવળ રોડ પર આવેલા માઢ ગામ નજીક રોડ સાઈડ પાટીયા પાસે બાઈક લઈને ઉભેલા ઊના મામલતદાર કચેરીમાં સીટી રેવન્યુ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા ભરતભાઈ મથુરભાઈ પંડયા તેમજ નાયાબ મામલતદાર દિપકભાઈ નારણભાઈ બાંભણીયા પોતાની બાઈક લઈને બપોરે નાં સમયે ઉના નાં માઢ ગામ પાસે આવેલ નાળાં પાસે ઊભા રહીને સરપંચ ને ફોન કરીને ગામ ની કોઈ કબજાદારની જમીન નો કબ્જો સોંપવાની રોજકામ કરવાં ની સરકારી કામગીરી માટે ગયેલ હોય અચાનક વેરાવળ તરફ જતાં ટ્રક એ બેફિકરાઈથી ગફલતભરી રીતે ચલાવી હિટ એન્ડ રન અકસ્માત સર્જી ને નાશી છૂટતા આ અકસ્માતમાં રેવન્યુ તલાટી મંત્રી તેમજ નાયબ મામલતદાર ફંગોળાઈ જતાં ઘટના સ્થળે એક નું કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું.

Advertisement

જ્યારે નાયબ મામલતદાર ને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં ઊના નાયબ કલેકટર ચીરાગ હિરવાણીયા મામલતદાર 2ડી કે ભીમાણી તેમજ નાયબ મામલતદાર તલાટી મંત્રી મંડળના પ્રમુખ ડોડીયા સહિત નો કર્મચારીઓ નો મોટો કાફલો ઊના હોસ્પિટલ માં દોડી આવેલ અને ઘટના સ્થળે મોત નિપજેલ રેવન્યુ તલાટી મંત્રી ભરતભાઈ પંડ્યા નાં મૃતદેહ ને પી એમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા તેમજ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં નાયબ મામલતદાર દિપકભાઈ નારણભાઈ બાંભણીયા ને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

મરણ જનાર રેવન્યુ તલાટી મંત્રી મુળ ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના પીપલલા ગામનાં રહિશ છે અને સને 2016 માં ફરજ માં જોડાયા હતાં ઊના મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી મંત્રી તરીકે કામગીરી બજાવતાં હતાં તેમને બે સંતાન નાં નાં હોવાનું અને ઉના તપોવન કોમ્પલેક્ષ ખાતે રહેતા હતાં.

Advertisement

જયારે નાયબ મામલતદાર દિપકભાઈ નારણભાઈ બાંભણીયા મુળ જાફરાબાદનાં રહીશ હોય ( અમરેલી ફરજ બજાવતા હતા અને થોડાં સમય પહેલાં ઉના બદલી કરી હાજર થયાં હતાં હાલ બન્ને નાં પરીવાર ને આ ગંભીર અકસ્માત થયાં અંગે ની જાણ કરાતા મરણ જનાર રેવન્યુ તલાટી મંત્રી ના પી એમ બાદ તેના મૃતદેહને તેનાં માદરે વતનમાં પહોંચાડવા ઉના મામલતદાર કચેરી નાં અધિકારી કર્મચારીઓ અને મિત્રો મંડળ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ઈજાગ્રસ્ત નાયબ મામલતદાર નાં પરીવાર ઊના આવવાં નિકળેલ હતો,

આ હિટ એન્ડ રન ની અકસ્માત ની ઘટના બનતાં તાત્કાલિક ઊના પી આઈ મહેન્દ્રસિંહ રાણા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત સર્જી ટ્રક -ચાલક દશ કિ મી દુર ટ્રક નંબર ૠઉં11ુ 8595 રસ્તા પર છોડી નાશી છુટેલો હોય તેને જડપી પાડવાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Advertisement
Tags :
Advertisement
Advertisement