રાજકોટ-ગોંડલ હાઇવે પર હિટ એન્ડ રન; વેપારીના માતાનું મોત, 3 ઘાયલ
રાજકોટ- ગોંડલ હાઇવે ઉપર ભોજપરા પાસે બનેલ હીટ એન્ડ રનના બનાવમાં રિક્ષા અને કાર વચ્ચે અસ્ક્માતમાં વેપારીના માતાનું મોત થયું હતું જયારે ભાઈ અને નાની સહીત ત્રણ સભ્યોને ઈજા થઇ હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો.
મળતી વિગતો મુજબ ગોંડલ ઘોઘાવદર રોડ સરગમ પાર્કમાં રહેતા અને નોનવેજની શોપ ચલાવતા વેપારી અસલમભાઇ અખતરભાઈ કાદરી ( ઉં.વ.30) ગઈ તા.16/10/2023 ના રાત્રીના નવેક વાગ્યે દુકાને બંધ કરી ઓટો રીક્ષા જેના રજી.નં.જીજે03-એયુ-3176માં ભાઇ અસફાક તથા માતા સાયદાબેન અખ્તરભાઈ કાદરી (ઉવ.55) તેમજ નાની શકીનાબેન મહમ્મદભાઇ બધા ગોંડલ ઘરે જવા નીકળ્યા ત્યારે અસલમભાઈ રીક્ષા ચલાવતા હતા અને પાછળની શીટ પર અસફાક તથા માતા તથા નાની બેસેલ હોય ભોજપરા ગામે કષ્ટભંજન હનુમાન ના મંદીરની સામે રાજકોટ થી ગોંડલ જતા હાઇવે પર એક બ્લેક કલરની ફોરવ્હીલ પુરઝડપે આવી રીક્ષાની પાછળના ભાગે ઠોકર રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.
રિક્ષા પલટી ખાતા માતા સાયદાબેન રીક્ષામાથી બહાર ફેકાઇ ગયા અને અસલમભાઈ તેના ભાઈ અસફાક તથા નાનીને ઈજા થતા તમમાંને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત સાયદાબેન તેમજ અસલમભાઈ સહિતનાને સારવાર માટે ગોંડલ ની ખાનગી હોસ્પીટલમાં અને ગોંડલ સરકારી દવાખાને લાવતા ફરજ પરના ડોક્ટર સાયદાબેનને મૃત જાહેર કર્યા હતા. અક્સમાતમાં અસલમભાઇ અખતરભાઈ કાદરીની ફરિયાદને આધારે પોલીસે આ હીટ અને રનના બનાવમાં કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી છે.