For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવા હાઇવે પર ‘હિટ એન્ડ રન’: પુત્રને મળવા જતા પિતાનું પત્નીની નજર સામે જ મોત

05:20 PM Mar 04, 2024 IST | admin
કુવાડવા હાઇવે પર ‘હિટ એન્ડ રન’  પુત્રને મળવા જતા પિતાનું પત્નીની નજર સામે જ મોત
  • વૃદ્ધ દંપતી રિક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગતા હતા ને અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર

શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રને મળવા જતા વૃદ્ધ પિતાનું પત્નીની નજર સામે જ મોત નીપજતાં ચકચાર મચી જવા પામી છે. ખેરવા ગામે મજૂરી કામ કરતા દહોદના વૃદ્ધ પત્ની સાથે રીક્ષામાંથી ઊતરી રસ્તો ઓળંગતા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. આ અંગે કુવાડવા રોડ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ મુળ દહોદના અંબાકાર ગામના વતની અને હાલ ખેરવા ગામે આરીફભાઇની વાડીમાં મજૂરી કામ કરતા સબુરભાઇ પરમાર (ઉ.વ.65) નામના વૃદ્ધ ગઇ કાલે સાંજે તેનો પુત્ર રમેશભાઇ કુવાડવા ગામે વાડીમાં રહેતો હોય જેથી તેઓ પત્ની કમલીબેન સાથે પુત્રને મળવા તેની વાડીએ જતા હતા. દરમિયાન કુવાડવા ગામ નજીક ગાયત્રી આશ્રમ પાસે રીક્ષામાંથી ઉતરી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે સબુરભાઇને ઠોકરે ચડાવી નાશી છૂટ્યો હતો.

આ અકસ્માતમાં સબુરભાઇને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા પત્નીની નજર સામે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયું હતું. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ. એ.પી.નિમાવત સહિતના સ્ટાફે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે કુવાડવા પોલીસે મૃતકના પત્ની કમલીબેનની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાખી છૂટેલા અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement