For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાપા રોડ પર હિટ એન્ડ રન, ટેન્કર હેઠળ પ્રજાપતિ વૃધ્ધ કચડાયા

12:20 PM Apr 18, 2025 IST | Bhumika
હાપા રોડ પર હિટ એન્ડ રન  ટેન્કર હેઠળ પ્રજાપતિ વૃધ્ધ કચડાયા

અકસ્માતનો સીસીટીવી વીડિયો વાયરલ, પરિવારમાં રોષ

Advertisement

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર હાપા નજીક ગઈકાલે સાંજે એક ટેન્કર ચાલકે સાયકલ સવાર બુઝુર્ગને કચડી નાખ્યા હતા, અને અંતરિયાળ મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ હતી ટેન્કર હેઠળ કચડાઈ જવાના સીસીટીવી ફુટેજ ગઈકાલે જામનગરના સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શીતલ પાર્ક સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઈ ગઢવાણા નામના 75 વર્ષના પ્રજાપતિ જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં હાપા રોડ પરથી પોતાની સાઇકલ લઈને એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રક ટેન્કર ના ચાલકે તેઓને હડફેટમાં લઈ કચડી નાખતાં ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું.

Advertisement

જે અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો હતોઝ અને ટેન્કર ચાલકે તેઓને કચડી નાખતાં માથું ચેપાઈ ગયું હતું, અને ભારે રક્તસ્ત્રાવ થઈ જવાથી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ ગઈકાલે શહેરભરમાં વાયરલ થયા હતા.
ઉપરોક્ત અકસ્માતના બનાવ અંગે મૃતક લક્ષ્મણભાઈ ના પુત્ર રમેશભાઈ ગઢવાણાએ જામનગરના પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પિતાનું મૃત્યુ નીપજાવવા અંગે અજાણ્યા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલામા તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement