દરેડ-મસિતિયા રોડ પર હિટ એન્ડ રન : 22 વર્ષીય યુવાનનું મોત
જામનગરની ભાગોળે દરેડ મસિતીયા રોડ પર ગઈકાલે મોડી રાત્રે હિટ એન્ડ રનના બનાવવામાં એક યુવાને જીવ ખોયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે એક બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક સવાર સુમરા યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે.આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર ના દરેડ-મસીતીયા રોડ પર ગત રાત્રી ના સમયગાળા માં ઈકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં બાઈક ચાલક રઝાક અબ્બાસભાઇ ખફી નામના 22 વર્ષીય સુમરા યુવાનને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયા ફરજ પરના તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરાયો હતો. આ બનાવ ની જાણ થતાં મસીતીયા ગામ ના અગ્રણીઓ, યુવાનો મોટી સંખ્યામાં બનાના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. પોલીસને અકસ્માતની જાણ થવાથી પંચકોશી બી. ડિવિઝન નો પોલીસ કાફ્લો પણ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી ગયો હતો, અને અકસ્માત સર્જનાર કાર ના ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.