ફેબ્રીકેશનના ધંધાર્થી પાસેથી રૂપિયા 9.61 લાખની સામે ચાર ટકા વ્યાજની ઉઘરાણી
પાડોશી વ્યાજખોરે છ મહિનાની ક્રેડીટે લોખંડ આપ્યું, ધંધાર્થીને અન્ય લોકોએ ધુંબો મારતા હપ્તા ભરી ન શકયો
કેનાલ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ફેબીકેશનનું જોબવર્ક કરતાં વેપારી પાસેથી લોખંડના માલના બાકી રૂૂપીયાનું વ્યાજખોર 4 ટકા વ્યાજ પડાવવા લાગ્યો હતો અને પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં ભક્તિનગર પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ બનાવ અંગે કોઠારિયા મેઈન રોડ પર રણુંજા મંદિરની સામે હાપલીયા પાર્કની બાજુમાં રહેતાં હીરેનભાઈ હીંમતલાલ સીધ્ધપુરા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કેતન નટવર કકકડનું નામ આપતાં ભક્તિનગર પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમા ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં ઓર્ડર પ્રમાણે લોખંડના જારી, દરવાજા, ગ્રીલનુ ફેબીકેશનનું જોબવર્ક કરે છે. તેમના પિતા તથા કાકા અશોકભાઈ સહીતનાઓની અગાઉ કેનાલ રોડની સામે દિગ્વીજયનો ઢાળ ઉતરતા પ્રહલાદ પ્લોટ શેરી નં, 14 ના ખુણે ખોડીયાર આર્યન નામે ફેબ્રીકેશનની દુકાન ધરાવી ફેબ્રીકેશનનુ જોબવર્ક કરતા આ દુકાનમાં તે પણ પિતા સાથે ફેબ્રીકેશનનું કામ કરતો હતો. આ દુકાનની ચોથી પાંચમી શેરીમાં પ્રહલાદ પ્લોટ શેરી નં.12 ના ખુણે કેતન કક્કડ રહેતો અને ત્યા તેઓની દુકાન ઉપર ઉભા રહેતો હતો.
આરોપી કેતન લોખંડનો વેપાર ધંધો કરતા હોય જેથી તેમની સાથે સારો એવો પરીચય વર્ષોથી હતો. ફરીયાદી લોખંડની પટ્ટીઓ તથા ફેબ્રીકેશનનો અન્ય માલ સામાન અન્ય જગ્યાએથી લેતાં હતાં. આ કેતન લોખંડનો ધંધો કરતા હોય જેથી જે તે સમયે ફરીયાદી પાસે આવી લોખંડનો માલ તેની પાસેથી લેવા કહેલ હતુ, જેથી પરચુરણ માલ તેની પાસેથી લેતાં હતાં.ત્યારબાદ આશરે વર્ષ 2017 માં પુજારા પ્લોટ ચોક ગુંદાવાડી શેરી નં.12 ના ખુણે ખોડીયાર ફેબ્રીકેશન નામના શેડમાં ફેબ્રીકેશનનુ જોબવર્ક કરેલ હતુ. ત્યારબાદ આ સમય દરમ્યાન કેતને તેમને કહેલ કે, તુ મારી પાસે વધુ લોખંડનો માલ લે હુ તને 45 દિવસની ક્રેડીટ આપુ છુ, ત્યારબાદ દોઢેક વર્ષ એટલે 2018 ના વર્ષ સુધી દોઢેક કરોડ જેટલો લોખંડનો માલ કેતન પાસેથી લીધેલ હતો, તેનું પેમેન્ટ ચેકથી કે આરટીજીએસથી કેતનના એકાઉન્ટમાં કરતાં હતાં.
વર્ષ 2017 ના અંતમાં અને 2018 ની શરૂૂઆતમાં અમુક પાર્ટીઓ વાપી, સોનગઢ, મધ્યપ્રદેશ સહીતના વેપારીઓને ફેબ્રીકેશનનો તૈયાર માલ મોકલેલ ત્યાથી પેમેન્ટ આવેલ ન હોય જેથી કેતન પાસેથી માલ ઓછો લેવાનુ શરૂૂ કરેલ હતુ. આ સમય દરમ્યાન રૂૂ.16 લાખ માલના રૂૂપીયા આપવાના બાકી હતા. જેમાંથી રૂૂ. 6-7 લાખ કટકે કટકે ચુકવી આપેલ હતા, છેલ્લે રૂૂ.9.61 લાખ બાકી હતા આ રૂૂપીયાનુ વ્યાજ આપવા માટેનું આરોપીએ જણાવેલ હતુ. તેઓને રૂૂ.16 લાખનુ 4 ટકા વ્યાજ દર મહીને રૂૂ.64 હજાર ચુકવવા લાગેલ હતાં. આઠ મહીના સુધી તેઓને આ રીતે વ્યાજ ચુકવેલ હતુ.
ત્યારબાદ કેતનએ કહેલ કે, મને ખ્યાલ છે તને ધુંબો આવેલ છે, તારા વ્યાજના પૈસા મુળ રકમમાં ગણુ છુ, ધીમે ધીમે મને પૈસા ચુકવી આપજે ત્યારબાદ અમુક મહીને રૂૂપીયા ચુકવી શકતો ન હોય અને રૂૂપીયા આપવાનું બંધ કરી દિધેલ હોય જેથી કેતન કહેતો હતો કે, તુ પૈસા આપી દે નહીતર નહી કરવાનુ થઇ જશે. કેતનને વર્ષ 2018 મા 6-7 ચેક સીકયુરીટી પેટે લીધેલ હતા. કેતનએ ફરીયાદીનાં વિરુધ્ધમાં કોર્ટમા ચેક રીટર્નનો કેશ કરેલ હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વ્યાજખોર શખ્સની શોધખોળ આદરી હતી.
