ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હિટ એન્ડ રન: બાઇક અડફેટે સાઈકલચાલક વૃદ્ધનું કરુણ મોત

12:25 PM Aug 02, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

માળિયા-હાટીનાના વિષણવેલ ગામે બનેલો બનાવ: વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો

માળીયાહાટીના તાલુકાના વિષણવેલ ગામે રહેતા વૃદ્ધ સાયકલ લઇ ગડુ ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઈક ચાલકે સાયકલને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાયકલ ચાલક વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માળીયાહાટીનાના વિષણવેલ ગામે રહેતા દેવાભાઈ રામાભાઈ ચૌહાણ નામના 60 વર્ષના વૃદ્ધ વિષણવેલ ગામથી ગડુ ગામ તરફ સાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે ગડુ ગામ અને વિષણવેલ ગામ વચ્ચે આવેલ હનુમાનજીના મંદિર પાસે પહોંચતા પુરપાટ ઝડપે ધસી આવેલા બાઇક ચાલકે સાયકલને ઠોકરે ચડાવતા દેવાભાઈ ચૌહાણ સાયકલ સાથે ફંગોળાયા હતા. વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ વૃદ્ધે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે ચોરવાડ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsHit and runMalia-Hatina
Advertisement
Advertisement