માર્કેટ યાર્ડ નજીક હિટ એન્ડ રન : બીડી-બાકસ લેવા નીકળેલા વૃધ્ધનું અજાણ્યા વાહન અડફેટે મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં ગંજીવાડામાં એક વૃધ્ધ માર્કેેટીંગ યાર્ડ નજીક બીડી બાકસ લેવા જતાં હતાં ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
ગંજીવાડા મેઈન રોડ પર રહેતાં મનુભાઈ રામજીભાઈ ખાખરીયા નામના 68 વર્ષના વૃધ્ધ રાત્રીનાં અગિયારેક વાગ્યાના અરસામાં માર્કેટીંગ યાર્ડ નજીક આવેલા ગમારા પેટ્રોલ પંપ પાસે હાઈ-વે પર બીડી-બાકસ લેવા ગયા હતાં ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ છ ભાઈ બે બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં શહેરમાં ગોંડલ રોડ પર આવેલ લોહાનગરમાં વિલેશભાઈ બટુકભાઈ કુડાવા નામના 45 વર્ષના પ્રૌઢનું બિમારી સબબ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મવડીમાં આલાપ રોડ પરથી 2.04 લાખનો દેશી દારૂ ભેરલુ છોટાહાથી પકડાયું
શહેરના મવડી વિસ્તારમાં આવેલા રોયલ આલાપ રોડ પરથી પોલીસે બાતમીના આધારે 2.04 લાખનો દેશી દારૂ ભરેલા છોટાહાથી સાથે વડવાજડીના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ પીસીબીના એએસઆઇ સંતોષભાઇ મોરી, હેડકોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ, રાહુલગીરી, કોન્સ્ટેબલ હિરેન્દ્રસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ હતો દરમિયાન મવડીમાં રોયલ આલાપ રોડ પર ગણેશ લોન્ડ્રી નામની દુકાન સામે આવેલા ખુલા પ્લોટમાં છોટાહાથ ઉભુ હોય જેમાં દેશી દારૂનો જથ્થો ભરેલો હવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી છોટાહાથીની તલાસી લેતા તેમાંથી રૂા.2.04 લાખનો 1020 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે છોટાહાથીના ચાલક અનિલ હમીરભાઇ ચૌહાણ રહે. વડવાજડી ગામ સહજાનંદ પાર્કને ઝડપી લઇ દેશી દારૂ અને છોટાહાથી મળી કુલ રૂા.2.84 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
