રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ઠોકરે પ્રૌઢનું મોત

06:13 PM Feb 06, 2024 IST | Bhumika
Advertisement

રાશનના વેપારી બપોરે ઘરે જતા હતાં ત્યારે ઓવરબ્રિજ પર કાળ ભેટી ગયો

Advertisement

રાજકોટ શહેર અને જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે જ જિલ્લા કલેક્ટર દ્વારા રેવન્યું ઓફિસરોની બેઠક બોલાવી હતી જેમાં હિટ એન્ડ રનના કેસ નિવારવા માટે અકસ્માતગ્રસ્ત સ્પોટ નક્કી કરવા ખાસ સુચના આપવામાં આવી છે. ત્યારે જ માધાપર ચોકડી નજીક ઓવરબ્રીજ પર વધુ એક હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પ્રૌઢને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર વાહન ચાલક નાશી છુટ્યો હતો.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ મહાવીરનગર શેરી નં. 2 માં રહેતા સતુભા ઉમેદસિંહ ઝાલા ઉ.વ.56 નામના ગરાસિયા પ્રૌઢ બપોરે પોતાનું એક્ટિવા લઈ ઘર તરફ જવા નિકળ્યા હતાં. ત્યારે માધાપર ચોકડી નજીક બેડી બાયપાસ પર આવેલ ઓવરબ્રીજમાં પાછળથી પુરઝડપે આવતા અજાણ્યા વાહને અડફેટે લેતા માથુ ફાટી જવાના કારણે પ્રૌઢનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું હતું.

પોલીસની પુછપરછમાં ગરાસિયા પ્રૌઢ બેડી ગામે રેશનીંગની દુકાન ધરાવે છે અને બપોરે દુકાન બંધ કરી ઘરે જમવા જવા નિકળ્યા હતાં. ત્યારે રસ્તામાં જ તેમના કાળ ભેટી ગયો હતો. અકસ્માત બાદ આરોપી પોતાનું વાહન લઈ નાશી છુટ્યો હતો.

વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ગરાસિયા પ્રૌઢને સંતાનમાં બે પુત્ર હોવાનું અને આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે હીટ એન્ડ રનનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જીને નાશી છુટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Tags :
accidentdeathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement