For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ પાસે હિટ એન્ડ રન; પોલીસમેનનું મૃત્યુ

11:49 AM Mar 05, 2024 IST | admin
ગોંડલ પાસે હિટ એન્ડ રન  પોલીસમેનનું મૃત્યુ

Advertisement

  • શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મી ઉમવાડા લગ્નપ્રસંગે ગયા હતાં : રાત્રે પરત ઘરે જતાં રસ્તામાં કાળ ભેટી ગયો

રાજ્યના ધોરી માર્ગો પર જીવલેણ અકસ્માતોની ઘટના સામાન્ય બની ગઈ છે ત્યારે ગઈકાલેરાત્રે ગોંડલ નજીક ઉમવાડા ગામે લગ્ન પ્રસંગમાંથી બાઈક પર ઘરે જવા નીકળેલા પોલીસમેનને પૂરઝડપે આવતાં અજાણ્યા વાહને હડફેટે લેતાં પોલીસ કર્મચારીનું સારવાર મળે તે પહેલા જ કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે ગોંડલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ ગોજારા અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ, ગોંડલી સીટી પોલીસ લાઈનમાં રહેતા વિનોદભાઈ હકુભાઈ લાલકીયા (ઉ.39) ગઈકાલે સાંજે પોતાનું બાઈક લઈ ગોંડલ નજીક આવેલ ઉમવાડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને રાત્રિનાં પોણા અગિયારેક વાગ્યાના અરસામાં બાઈક પર ઘરે જવા નીકળ્યા હતાં.

દરમિયાન ગોંડલ નજીક સુવર્ણભુમિ રેસીડેન્સી પાસે પુરઝડપે આવતાં અજાણ્યા વાહન ચાલકે બાઈક સ્વાર પોલીસમેનને હડફેટે લેતાં યુવાન બાઈક પરથી ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતાં અને માથામાં તેમજ હાથપગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક પોતાનું વાહન લઈ નાસી છુટયો હતો.

Advertisement

બીજી બાજુ પોલીસ કર્મચારી રોડ પર લોહીથી ખરડાયેલ હાલતમાં પડયા હોય અને બાજુમાં તેના બાઈકના કટકા થઈ ગયેલ હાલતમાં હોય અન્ય વાહન ચાલકો ત્યાંથી પસાર થતાં અકસ્માત થયો હોય તાત્કાલીક 108ને જાણ કરી હતી અને પોલીસમેનને સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પરંતુ તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.

પોલીસની પુછપરછમાં પોલીસ કર્મચારી વિનોદભાઈ હાલ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હતાં. આ બનાવની જાણ થતાં ગોંડલ બી ડીવીઝન પોલીસે પોલીસમેનના મોટાભાઈ સંજયભાઈ ઉર્ફે ચંદુભાઈ હકુભાઈ લાલકીયાની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement