ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ફલ્લા પાસે હિટ એન્ડ રન : ટેન્કરે બાઇકને અડફેટે લેતા તરૂણનું મોત

11:52 AM Oct 16, 2024 IST | Bhumika
Advertisement

જામનગર- રાજકોટ ધોરી માર્ગ ફલ્લા ગામની ગોલાઈ પાસે હીટ એન્ડ રન ના બનાવમાં ધ્રોળના 16 વર્ષના તરુણ નું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો છે. બેફામ ગતિએ આવેલા ટેન્કર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં પાછળ બેઠેલા તરૂૂણનું માથું છૂંદાઈ જતાં કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે.

Advertisement

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં રહેતો વિવેક અનિલભાઈ કેશોર નામનો 16 વર્ષનો આહીરા વાળંદ જ્ઞાતિ નો તરુણ કે જે પોતાના મિત્ર સાવનના બાઈકમાં બેસીને મંગળવારે સાંજે 6.30 વાગ્યાના અરસામાં જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને બાઇકમાં પાછળ ના ભાગે બેઠેલા વિવેક કેશોર ના માથા પરથી ટેન્કરનું તોતિંગ વહીલ ફરી વળતાં માથું છુંદાઈ ગયું હતું, અને ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજતાં ભારે બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.

આ ઉપરાંત બાઈક સવાર સાવન પણ ઈજાગ્રસ્ત બન્યો હોવાથી તેને સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી એ. ડિવિઝનના પોલીસે હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.

Tags :
accidentdeathFallagujaratgujarat newsjamnagar
Advertisement
Next Article
Advertisement