For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુણાવા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’; અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત

01:38 PM Mar 12, 2024 IST | Bhumika
ભુણાવા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’  અજાણ્યા વાહનની ઠોકરે મહિલાનું મોત
  • માનસિક બીમાર મહિલા પોતાના ઘરેથી નીકળી ગયા બાદ અકસ્માત સર્જાયો હતો

અકસ્માત માટે કુખ્યાત ગોંડલ નેશનલ હાઇવે ભુણાવા ચોકડી પર અજાણ્યા વાહન ચાલકે મહીલાને હડફેટ લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ ભુણાવા ચોકડી પર વહેલી સવારે ગોંડલ સ્ટેશન પ્લોટમાં રહેતા નેપાળી હેમાબેન ભક્તબહાદુર સોનાર ઉ.50 પસાર થઈ રહ્યા હતા.ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ.
પોલીસ સુત્રો અનુસાર હેમાબેન મુળને પાળનાં હતા અને ઘણા વરસોથી ગોંડલ રહેતા હતા. તેમના પતિનું આઠ વર્ષ પહેલા મૃત્યુ નિપજ્યુ હતું.

Advertisement

તેમના પુત્ર સાથે સ્ટેશન પ્લોટમાં રહેતા હતા.પુત્ર ખાણીપીણીની રેકડીમાં કામ કરે છે. સુત્રો અનુસાર થોડા વર્ષ પહેલા હેમાબેનનાં અન્ય પુત્રનું મૃત્યુ થયુ હોય ત્યારથી માનશીક રીતે અસ્વસ્થ રહેતા હતા. અકસ્માતનાં બનાવની આગલી સાંજે હેમાબેન ઘરેથી નીકળી ગયા હતા. બનાવ અંગે તાલુકા પોલીસનાં મયુરસિંહ રાણા તપાસ ચલાવી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement