રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પંચનાથ પ્લોટમાં ‘હિટ એન્ડ રન’: કારચાલક ટુ વ્હિલરને ઉલાળી ભાગ્યો:બે મિત્રો ઘવાયા

05:29 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરના ગાંધીગ્રામ શિતલ પાર્ક પાસે સવારે નશાખોર કારચાલકે જીવલેણ અકસ્માત સર્જયો હતો.ત્યાં બીજી તરફ સવારના સમયે જ પંચનાથ પ્લોટ-15ના ખુણે પણ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.જેમાં એક કારનો ચાલક ઇલેક્ટ્રિક ટુવ્હીલને ઠોકરે લઈ ભાગી જતાં ટુવ્હીલર ચાલક રાજકુમાર કોલેજ પાસે રહેતાં હિરેનભાઈ કાતિલાલ સોંદરવા તથા સાથેના મિત્ર ગોવિંદભાઈ કાજુભાઈ સોંદરવાને ઇજાઓ થઇ હતી.

Advertisement

હિરેનભાઈના કહેવા મુજબ, પોતે સરકારી હોસ્પિટલમા ફાયરમેન તરીકે કામ કરે છે. સવારે ત્યાંથી સગાને બેસાડી ઘર તરફ જતો હતો ત્યારે લાલબહાદુર ક્ધયા છાત્રાલયથી મોટી ટાંકી ચોકના રસ્તેથી નીકળતાં પંચનાથ પ્લોટ-15ના ખુણા પર પહોંચ્યો ત્યારે કારનો ચાલક ઠોકરે લઈ ભાગી ગયો હતો. હાલ પ્ર.નગર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement